GSTV

વિશ્વભરમાં કોરોનાનો વધતો સકંજો: માત્ર આટલા જ કલાકમાં કેસનો આંકડો 1 કરોડને પાર, જાણો કયા દેશમાં કેવી છે સ્થિતિ

કોરોના

Last Updated on January 15, 2022 by Bansari

વિશ્વભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોના દુનિયાના મોટાભાગના દેશોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. સતત કોરોનાનો ફૂંફાડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાની ઘાતક લહેર ફરી વળી છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં ફરી 32 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 72 કલાકની વાત કરીએ તો આ આંકડો 1 કરોડને પાર પહોંચી ગયો છે. તેવામાં વિશ્વની મહાસત્તા અમેરિકા કોરોનાનો માર સહન કરી રહ્યું છે. દુનિયાના સૌથી વધુ કેસ અમેરિકામાં જ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 8 લાખથી વધુ લોકો આ ઘાતક વાયરસની ઝપેટમાં આવ્યાં છે. અમેરિકામાં એક્ટિવ કેસનો આંકડો પર 2.22 કરોડ સુધી પહોંચી ગયો છે.

કોરોના
  • વિશ્વભરમાં કોરોનાના ઘાતક રાઉન્ડથી ફફડાટ
  • છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં ફરી 32 લાખ કેસ
  • 72 કલાકમાં જ વિશ્વમાં 1 કરોડ નવા કેસ!
  • અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 8 લાખ+ કેસ
  • અમેરિકામાં એક્ટિવ કેસ હવે 2.22 કરોડ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.29 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં એક્ટિવ કેસનો આંક હવે 45 લાખ
  • ઇટાલીમાં 24 કલાકમાં 1.86 લાખ નવા કેસ
  • સ્પેનમાં 24 કલાકમાં 1.62 લાખ નવા કેસ
  • આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.40 લાખ કેસ
  • ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 1.34 લાખ કેસ
  • બ્રાઝીલમાં ફરી એકવાર કોરોનાનો નવો વેવ
  • બ્રાઝીલમાં 24 કલાકમાં 1 લાખ+ નવા કેસ
કોરોના

યુરોપની વાત કરીએ તો ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.29 લાખ નવા કેસ સામે આવ્યાં છે. અહીં એક્ટિવ કેસનો આંક હવે 45 લાખ થઇ ગયો છે. ઇટાલીમાં 24 કલાકમાં 1.86 લાખ નવા કેસ નોંધાયા છે. સ્પેનની વાત કરીએ તો અહીં એક જ દિવસમાં 1.62 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાએ કોહરામ મચાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 1.40 લાખ અને 1.34 લાખ કેસ આવ્યા છે. બ્રાઝીલમાં સ્થિતિ સ્ફોટક બનતી જઇ રહી છે. અહીં કોરોનાનો નવો વેવ આવ્યો છે. અહીં 24 કલાકમાં 1 લાખ કેસ નોંધાયા છે. સાથે જ યુકેની વાત કરીએ તો અહીં પણ કોરોનાના 1 લાખ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના બેકાબૂ

દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ નવા કેસની સંખ્યા 2 લાખથી વધુ થઈ રહી છે. દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા 14 લાખને વટાવી ગઈ છે. દિલ્હીમાં 55 કલાક માટે વીકેન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જે દરમિયાન ઘણા નિયંત્રણો રહેશે.

24 કલાકમાં નોંધાયા આટલા કોરોના કેસ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,68,833 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,22,684 રિકવરી થઇ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે. દેશમાં દૈનિક પોઝિટિવીટી રેટ હવે વધીને 16.66% થઈ ગયો છે. ગઈકાલ કરતાં શનિવારે દેશમાં કોરોનાના 4,631 વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના 2,64,202 કેસ હતા.

દેશમાં શુક્રવારે મળી આવેલા કોરોના દર્દીઓની સંખ્યા ગુરુવારે મળેલા દર્દીઓ કરતા 1.8 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. અહીં કોરોનાના 43,211 નવા કેસ નોંધાયા છે. આ પછી કર્ણાટકમાં 28,723, દિલ્હીમાં 24,383, તમિલનાડુમાં 23,459 અને પશ્ચિમ બંગાળમાં 22,645 કેસ નોંધાયા છે.

મોતનો આંકડો 400ને પાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 402 કોવિડ મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુઆંક 4,85,752 પર પહોંચ્યો છે.

ઓમિક્રોન કેસ 6 હજારને પાર

દેશમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. હવે ઓમિક્રોનની સંખ્યા 6 હજારને વટાવી ગઈ છે. હવે દેશમાં ઓમિક્રોનના કુલ 6,041 કેસ નોંધાયા છે.

Read Also

Related posts

રાજ્યભરમાં તોલમાપ તંત્રના દરોડા, 40 જેટલા મેડીકલ એકમોમાં ગેરરીતી ઝડપાઈ! તંત્રે ફટકાર્યો આકરો દંડ

pratik shah

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana

જાણવા જેવું/ શું આપ જાણો છો કે, સિલ્ક કેવી રીતે બને છે, સૌથી પહેલા આ દુનિયામાં કોણે તેની શોધ કરી, ભારતમાં કઈ રીતે આવ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!