GSTV

ડેલ્ટા વાયરસથી ગભરાયુ ચીન, અનેક શહેરમાં લાદી કડક પાબંદી.. ચીનના ૧૮ પ્રાંતમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાયો..

Last Updated on August 2, 2021 by pratik shah

ચીનના 18 પ્રાંતોમાં કોરોના વાયરસના અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટનો ફેલાવો વધ્યો છે. રાજધાની બેઇજિંગમાં નોંધાયેલા નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે ચીન સહિતના અનેક દેશોની હાલત ખરાબ કરી નાંખી છે.. જેના કારણે હોસ્પિટલો ફરીવાર દર્દીઓથી ઉભરાઇ રહી છે. ચીનમાં નવેસરથી કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિ થઈ રહી છે અને ચીનના ૧૮ જેટલા પ્રાંતોમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાઈ ગયો છે.

ચીનમાંથી કોરોના વાયરસ ફેલાવવાની વાતો કહેવામાં આવે છે, તે જ ચીનમાં ડેલ્ટા વેરિએન્ટ તબાહી મચાવી રહ્યું છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે. ચીનના સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, રાજધાની બેઇજિંગ, જિયાંગસુ અને સિચુઆન સહિત દેશના 18 પ્રાંતોમાં ઓછામાં ઓછા 27 શહેરોમાં નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, ચીનમાં રિસ્ક કેટેગરીના વિસ્તારોમાં પણ વધારો થયો છે. હાલમાં, 91 વિસ્તારો છે જે મીડીયમ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 4 વિસ્તારો હાઈ રિસ્ક કેટેગરીમાં છે. બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા કેટલાક લોકોના કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.. જેમાં જાણવા મળ્યું કે તમામ લોકોને ડેલ્ટા વેરિએન્ટે સંક્રમિત કર્યા છે.

બેઇજિંગમાં રોગ નિયંત્રણ અધિકારીઓએ નોટિસ જાહેર કરી

બેઇજિંગમાં રોગ નિયંત્રણ અધિકારીઓએ નોટિસ જાહેર કરી છે. આ સાથે જ રહેવાસીઓને વિનંતી કરી કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી શહેર અને પ્રાંત ન છોડે. આ સાથે જ તેમણે કોરોના માટેના મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક એરિયામાં પ્રવાસીઓને શહેરમાં પ્રવેશવા માટે પ્રતિબંધિત કર્યા છે. નવા કેસો મળ્યા છે તેવા વિસ્તારોમાંથી ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ, ટ્રેનો અને લાંબા અંતરની બસો સ્થગિત કરવામાં આવી છે, જેમાં નાનજિંગ, ઝેંગઝોઉ અને ઝાંગજીયાજી જેવા શહેરોનો સમાવેશ થાય છે. રાજધાની શહેરમાં આવતા અન્ય માર્ગો પર પણ કડક વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોના

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઝાંગજીયાજીના મેઇલી ઝિઆંગસી ગ્રાન્ડ થિયેટરમાં એક શોને ચીનમાં ચેપ વધવા માટે પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે જેમાં આશરે 2,000 થી વધુ લોકોએ હાજરી આપી હતી. ચીની સરકાર શોમાં સામેલ દરેકની નજીકના લોકોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!