GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

મેગનસ કાર્લસને જોવી પડશે રાહ, વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2021 સુધી મુલતવી

ચેસ

વર્લ્ડ ચેસ ચેમ્પિયન મેગનસ લાર્સને હવે તેનું ટાઇટલ ડિફેન્ડ કરવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે કેમ કે વિશ્વ ચેસનું સંચાલન કરતી સંસ્થા ફિડેએ ડિસેમ્બર 2020માં યોજાનારી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ હવે એક વર્ષ માટે મુલતવી રાખી દીધી છે.

આ વર્ષે 20મી ડિસેમ્બરથી દૂબઈમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ યોજાનારી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન નોર્વેના મેગનસ લાર્સનનો મુકાબલો કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટના વિજેતા સામે થનારો હતો. આ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ માર્ચ મહિનામાં રશિયામાં યોજાઈ હતી પરંતુ કોરોના વાયરસને કારણે આ ટુર્નામેન્ટ અધૂરી રહી ગઈ હતી.

ટૂર્નામેન્ટ દુબઇમાં જ યોજાશે

ફિડેએ જાહેર કર્યું હતું કે 2020ના અંત ભાગમાં કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ આગળ વધારવાની યોજના છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપને એક વર્ષ માટે પાછળ ધકેલવામાં આવી છે. અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે અગાઉ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ વર્લ્ડ ચેમ્પિયનશિપ આ વર્ષે યોજવી અશક્ય લાગે છે. અમારી પાસે બે વિકલ્પ છે. હવે આગામી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2021ના માર્ચ અથવા તો ઓક્ટોબરમાં હાથ ધરી શકાશે.જોકે આ ટુર્નામેન્ટ ભવિષ્યમાં પણ દુબઈમાં જ યોજાશે.

Read Also

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

માથાફરેલ ટ્રમ્પે ચીનની સાન ઠેકાણે લાવવા કહી દીધું દરિયા પર તમારો કોઈ અધિકાર નથી, ઠેકાણે રહેજો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!