GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપના 52 કિલો વજનના વર્ગની ફાઇનલમાં હાર્યા બાદ ભારતનો પુરુષ મુક્કેબાજ અમિત ફાંગલ સિલ્વર મેડલ મેળવ્યો હતો. એકટેરીનબર્ગ (રશિયા) માં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં રિયો ઓલિમ્પિક્સ -2016મા ગોલ્ડ જીતનાર ઉઝબેકિસ્તાનના શાખોબીદીન ઝિરોવને કડક મેચમાં અમિતને 5-0થી હરાવ્યો હતો. જો કે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતના પુરુષ બોક્સરોનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અમિત પહેલા કોઈ ભારતીય પુરુષ બોક્સર ફાઇનલમાં પહોંચી શક્યો ન હતો.

જે ફોર્મમાં અમિત હતો તેનાથી ભારતને ટૂર્નામેન્ટમાં પ્રથમ ગોલ્ડ મેળવવાની અપેક્ષા હતી પરંતુ ઝોઈરોવે અમિતને તેની શ્રેષ્ઠ રમતથી હરાવ્યો. અમિત જો કે પાછળ રહ્યો નહીં. તેણે ઉઝબેકિસ્તાન ખેલાડીનો જોરદાર સામનો કર્યો.

આક્રામક દેખાયા અમિતના તેવર

બંનેએ થોડા મુક્કાઓ પણ માર્યા. અમિતનો પંચ યોગ્ય સ્થાને લાગતા ન હતા, જ્યારે જોઇરોવે કેટલાક સચોટ મુક્કાઓ આપવા માટે જમણા જબનો સારો ઉપયોગ કર્યો. બંને ખેલાડીઓ બીજા રાઉન્ડમાં વધુ આક્રમક બન્યા હતા. અમિત થોડી ઉતાવળ કરતો હતો જેનો ફાયદો જોઈરોવે લીધો. ઉઝબેકિસ્તાનના ખેલાડીએ અમિતથી થોડો દૂર રહ્યો અને કાઉન્ટર મેળવીને પોઇન્ટ મેળવ્યો. અમિતે રાઉન્ડના અંતે ચોક્કસ પંચ માર્યો.

બંને ખેલાડીઓ ત્રીજા રાઉન્ડમાં વધુ આક્રમક બન્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણી વખત પંચને ફટકારવાના પ્રયાસમાં બંને એકબીજા સાથે ચોંટી ગયા હતા જેના પર રેફરીએ તેમને ચેતવણી આપી હતી. રાઉન્ડના અંતે ઝોડરોવ ઉતાવળ કરતો હતો પરંતુ તેના માટે સારી વાત એ હતી કે તે અમિતને યોગ્ય સ્થાને મારવામાં સફળ રહ્યો.

અમિતે છેલ્લી ઘડીઓમાં પણ સાવધાની દર્શાવી હતી અને ડિફેંસને મજબુત બનાવતા પંચનો પ્રહાર કર્યો હતો, જો કે તે એશિયન ચેમ્પિયન માટે પૂરતું ન હતું અને તે ગોલ્ડ ચૂકી ગયો હતો.

વર્લ્ડ બોક્સિંગમાં ભારતનું આ છઠ્ઠું મેડલ છે. અમિત પંગલની રજત (2019) ઉપરાંત, વિજેન્દ્ર સિંઘ (2009), વિકાસ કૃષ્ણ (2011), શિવ થાપા (2015), ગૌરવ બિધૂરી (2017) અને મનીષ કૌશિક (2019) એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

READ ALSO

Related posts

કોરોના બાદ ચીનની વધુ એક ચાલાકી: ભારતમાં મોકલી રહ્યુ છે આવા પાર્સલ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું

Mansi Patel

48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

Nilesh Jethva

રોજગાર દો: દેશભરમાં યુથ કોંગ્રેસ કરશે ભારે પ્રદર્શન, બેરોજગારીના મુદ્દા પર મોદી સરકારને ઘેરવા માટે આ પ્લાન બનાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!