GSTV
Home » News » વિશ્વનાં આ અબજોપતિને જોઈએ છે ગર્લફ્રેન્ડ, લઈ જશે ચંદ્રમાની લોન્ગ ડ્રાઈવ પર

વિશ્વનાં આ અબજોપતિને જોઈએ છે ગર્લફ્રેન્ડ, લઈ જશે ચંદ્રમાની લોન્ગ ડ્રાઈવ પર

લોકો તો ફ્કત પોતાની પ્રેમિકા, પત્ની અથવા ગર્લફ્રેન્ડને ચાંદ-તારા લાવવાનો વાયદો કરે છે. પરંતુ આ અરબપતિ પોતાની ગર્લફ્રેન્ડને ચંદ્રની યાત્રા પર લઈ જશે. જ્યારે આ માણસે એક વિજ્ઞાપન પણ જાહેર કર્યું છે.

જેમાં લખ્યું છે કે 20 વર્ષ કે તેની વધુ ઉંમરની કોઈ યુવતિ જે તેની ગર્લફ્રેન્ડ બનશે તે તેને ચાંદ પર લઈને જશે. કોણ છે આ માણસ? શા માટે આ માણસે આટલું મોટી જાહેરાત કરી છે અને તેને શા માટે ગર્લફ્રેન્ડની જરૂર છે. આવો જાણીએ આ અબજોપતિ વિશે. આ અબજો પતિનું નામ છે યુસાકૂ મેઈજાવા (Yusaku Maezawa)જાપાનનો રહેવાવાળો છે.

તેમને એક ગર્લફ્રેન્ડની જરૂર છે પોતાની સાથે ચંદ્ર પર લઈ જાયયુસાકુ મૈઈજાવા ત્રણ બાળકોનો પિતા છે. તાજેતરમાં જ તેમણે જાપાનની અભિનેત્રી આયેમ ગોરકી સાથે બ્રેક-અપ કર્યું છે. આ પછી, તે હવે બીજી ગર્લફ્રેન્ડની શોધમાં છે. તો યુસુકુએ જાહેરાતની એડ શેર કરતા સોશ્યલ મિડિયા પર લખ્યું કે શું તમે ચંદ્ર પર જનાર પ્રથમ મહિલા બનવા માંગો છો?

યુસકુ માર્ચના અંત સુધીમાં એક છોકરીની પસંદગી કરશે. યુસુકુ દરેક છોકરી સાથે જાતે જ વાત કરશે. પછી તેઓ તેની સાથે ડેટ પર જશે. આ પછી તે નક્કી કરશે કે કઈ છોકરીને તેની ગર્લફ્રેન્ડ બનાવશે અને તેને ચંદ્ર પર લઈ જશે.

યુસાકુ માઇઝાવા અગાઉ ઓલાઇન ફેશન કંપની જોજોની માલિકી હતી. જેને તેમણે ગયા વર્ષે વેચી દીધી હતી. યુસાકુ ખર્ચાળ વસ્તુઓનો ખરીદવા માટે વિશ્વભરમાં જાણીતા છે. યુસુકુ 2023 માં ચંદ્રની મુલાકાત લેવાનાં છે. તે ચંદ્રની યાત્રા કરનારી એલોન મસ્કના રોકેટ સ્પેસએક્સનાં પહેલો ગ્રાહક છે.

READ ALSO

Related posts

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!