પાટીદારોને રિઝવવા મોદી 4 માર્ચે આવશે ગુજરાત, 10 લાખ પાટીદારો હશે હાજર

અમદાવાદમાં નિર્માણ પામનાર વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું 4 માર્ચે બપોરે 3 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાસપુરમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે 15 દેશના પ્રતિનિધિઓ અને 10 લાખ લોકો ઉપસ્થિત રહેશે. તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું હતું. ભૂમિપૂજનના દિવસે 5555 પાટલા સાથે એકસાથે દેશવિદેશના લોકો પૂજન કરશે. જ્યારે મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામ ખાતે 100 વીઘાં જમીનમાં 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે એમ્પાવરમેન્ટ હબ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાના ભાગરૂપે બેઠક યોજાઈ હતી, જેમાં 2500થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સુવિધાઓનો મળશે લાભ

મંદિરના ટ્રસ્ટી ડી. એમ. ગોલ, સંયોજક આર. પી. પટેલ અને મુખ્ય સંયોજક સી. કે. પટેલના જણાવ્યા અનુસાર, એમ્પાવરમેન્ટ હબ ખાતે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર, વર્કિંગ વુમન સહિત વિવિધ છાત્રાલયો, આરોગ્ય કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એનઆરઆઈ ભવન, સંગઠન ભવન, અદ્યતન સિનિયર સિટીઝન્સ ભવન, કન્યા-કુમાર વર્કિંગ વીમેન હોસ્ટેલ, હેલ્થ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર સંકુલ, આરોગ્ય સારવાર કેર યુનિટ ભવન વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

પાંચ વર્ષમાં 1 હજાર કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે

ઉમિયા માતાનું વૈશ્વિક કક્ષાનું આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરાશે, જેમાં સામાજિક સમરસતાને મજબૂત કરવાની સાથે વ્યસનમુક્તિ અને બેટી બચાવો અભિયાન હેઠળ વિવિધ કાર્ય થશે. તદુપરાંત પાંચ વર્ષમાં 1 હજાર કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે અને 2 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરાશે. ઉમિયા માતાનું વિશ્વના વિખ્યાત મંદિરો પૈકી સૌથી મોટું મંદિર શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવામાં આવશે. અતિ મોડર્ન આરોગ્ય ભવન પણ બનાવવામાં આવશે. યુવા વર્ગ માટે કલ્ચર ક્લબ અને યોગ સંકુલનું નિર્માણ થશે તેમજ સૌથી મોટું એનઆરઆઈ ભવન પણ બનાવવામાં આવશે. ઉમિયા માતાનું વૈશ્વિક કક્ષાનું આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter