GSTV

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

દાનવીર

Last Updated on June 24, 2021 by Damini Patel

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ ચોક્કસથી વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ છે પરંતુ તેઓ ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા જૂથના સંસ્થાપક જમશેદજી ટાટાથી મોટા દાનવીર નથી.

જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર

હુરૂન રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશ્વના 50 દાનવીરોની યાદીમાં જમશેદજી ટાટા છેલ્લા 100 વર્ષોમાં વિશ્વના સૌથી મોટા દાનવીર તરીકે પસંદગી પામ્યા છે. તેમના દ્વારા સ્થાપવામાં આવેલા ટાટા જૂથે સૌથી વધારે 102 અબજ ડોલર (આશરે 75 ખર્વ 70 અબજ 53 કરોડ 18 લાખ રૂપિયા)નું દાન કરેલું છે.

બુધવારે વિશ્વમાં 100 વર્ષોના સૌથી ઉદાર દાનવીરોની એક યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં મીઠાથી લઈને સોફ્ટવેર બનાવનારા ટાટા જૂથના જમશેદજી દાન આપવા મામલે વિશ્વના અન્ય ઉદ્યોગપતિઓ કરતા ઘણા આગળ છે.

બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ બીજા ક્રમે

આ યાદીમાં બિલ ગેટ્સ અને તેમના ડિવોર્સી પત્ની મિલિંડા ગેટ્સ બીજા ક્રમે આવે છે જેમણે 74.6 અબજ ડોલરનું દાન આપેલું છે. જ્યારે 37.4 અબજ ડોલર સાથે વોરેન બફેટ ત્રીજા ક્રમે, 34.6 અબજ ડોલર સાથે જોર્જ સોરસ ચોથા ક્રમે અને 26.8 અબજ ડોલર સાથે જોન ડી રોકફેલર યાદીમાં પાંચમા ક્રમે છે.

જમશેદજીએ પોતાની બે તૃતિયાંશ સંપત્તિ ટ્રસ્ટને આપી દીધી હતી. જે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના અન્ય ક્ષેત્રે આજે પણ કાર્યરત છે. તેમણે 1892થી જ દાન આપવું શરૂ કરી દીધું હતું. આ યાદીમાં એકમાત્ર બીજા ભારતીય ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી છે જેમણે આશરે 22 અબજ ડોલરની પોતાની તમામ સંપત્તિ દાન કરી દીધી છે.

Related posts

ઘરમાં રમતા બાળકો પર ખાસ ધ્યાન આપો: 3 વર્ષનું બાળક ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો, માંડ માંડ તબીબોએ જીવ બચાવ્યો

Pravin Makwana

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!