GSTV
India News ટોપ સ્ટોરી

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટના હોદ્દા માટે એકમાત્ર ઉમેદવાર હોવાની વાતની પુષ્ટિ વર્લ્ડ બેન્ક કરી છે. યુએસ પ્રેસિડન્ટ જો બાયડને અજય બાગાને વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટના હોદા માટે નોમિનેટ કર્યા હતા. 63 વર્ષીય બાગા હાલ જનરલ એટલાન્ટિકના વાઈસ ચેરમેન પદે કાર્યરત છે. તેઓ અગાઉ માસ્ટરકાર્ડના સીઈઓ અને પ્રેસિડન્ટ તરીકે બજાવી ચૂક્યા છે. વર્ષ 2016માં તેમને પદમ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2020-2022 દરમિયાન બાગાએ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય તેઓ એક્સોર અને ટેમસેકના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ અગાઉ અમેરિકન રેડ ક્રોસ, ક્રાફટ ફુડ અને ડાઉ ઈન્ક બોર્ડમાં પણ રહી ચૂક્યા છે. બાગાએ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે પણ ખૂબ જ નજીકથી કામ કર્યું છે.

READ ALSO…

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV