ભારતમાં 85 ટકા વસતી સુધી ૫હોંચી વીજળી : ટ્રોલ થયેલી મોદી સરકારની વહારે વર્લ્ડબેન્ક

દેશના દરેક ગામડાં સુધી વીજલી પહોંચાડવાના દાવા મામલે ટ્રોલ થયેલી મોદી સરકારને હવે વર્લ્ડ બેંકના રિપોર્ટનો સહારો મળ્યો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં હકીકતમાં દેશની 85 ટકા વસ્તી સુધી વીજલી પહોંચાડવા માટે સારી કામગીરી કરી રહ્યું છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં સરકારની કોશિશોને યોગ્ય ગણાવવામાં આવી છે. પણ તેની સાથે દેશની 125 કરોડ લોકોની વસ્તીમાંથી હજી 19 કરોડ લોકો વીજળીથી વંચિત હોવાની વાત પણ રિપોર્ટમાં જણાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે 2010થી 2016 વચ્ચે ભારત દર વર્ષે ત્રણ કરોડ નવા ગ્રાહકો સુધી વીજળી પહોંચાડતું રહ્યું છે.

125 કરોડ લોકોની વસ્તીમાંથી હજી 19 કરોડ લોકો વીજળીથી વંચિત

નવા ગ્રાહકો સુધી વીજળી પહોંચાડવાની કામગીરી ભારતમાં દુનિયાના અન્ય કોઈપણ દેશ કરતા વધારે છે. જો કે દેશના વિદ્યુતીકરણની ગતિમાં ભારત કેન્યા અને બાંગ્લાદેશ કરતા પાછળ છે. કારણ કે આકાર અને વસ્તી બંને મામલામાં કેન્યા અને બાંગ્લાદેશ ભારત કરતા ઘણાં નાના દેશ છે. વર્લ્ડ બેંકના ટોચના ઊર્જા અર્થશાસ્ત્રી વિવિયન ફોસ્ટરે ક્હ્યુ છે કે ભારતના 125 કરોડ લોકોમાંથી 15 ટકા લોકો સુધી હજી વીજળી પહોંચી નથી. પરંતુ આ ગતિથી કામગીરી થતી રહેશે.. તો ભારત દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્યાંક 2030 સુધામં પ્રાપ્ત કરી લેશે. ફોસ્ટરે જણાવ્યુ છે કે વર્લ્ડ બેંકના આંકડા તમને ચોંકાવી શકે છે.

કારણ કે ભારત સરકારના આંકડાથી વધારે ગામડા સુધી વીજળી પહોંચી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર હજી 80 ટકાથી ઓછા ગામડાં સુધી વીજળી પહોંચી હોવાનો રિપોર્ટ આફી રહી છે. જો કે દેશના સંપૂર્ણ વિદ્યુતીકરણ માટે ભારતને વધારે મહેનતની જરૂરત હોવાનું પણ વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter