GSTV

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

બિટકોઇન

Last Updated on June 18, 2021 by Bansari

ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ભાવમાં ધીમો ઘટાડો આગળ વધતો જોવા મળ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વલે પહેલી વ્યાજ વૃધ્ધિનો સંકેત આપતાં વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઝડપી ઉંચકાયો હતો છતાં ક્રિપ્ટો કરન્સીઓના ભાવ આજે એકંદરે પીછેહટ જ બતાવી રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

બિટકોઇન

ડોલર વધવા છતાં ક્રિપ્ટો કરન્સીમાં ઘટાડો

દરમિયાન, અળ સાલ્વાડોરે તાજેતરમાં વર્લ્ડ બેન્કને એવી વિનંતી કરી હતી કે બિટકોઈન માટે અમને ટેકનીકલ સહાય- માર્ગદર્શન આપો. જોકે વર્લ્ડ બેન્કે અલ સાલ્વાડોરની આ વિનંતી ઠુકરાવી દીધાના સમાચાર આજે મળ્યા હતા.

બિટકોઇન

ઈથેરનું માર્કેટ કેપ 280 અબજ ડોલરની અંદર ઉતર્યું

દરમિયાન, બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 39721થી 39722 ડોલર થયા પછી નીચામાં ભાવ 38131થી 38132 ડોલર થઈ 38770થી 38771 ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં આજે 37થી 38 અબજ ડોલરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું તથા માર્કેટ કેપ 726થી 727 અબજ ડોલર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ આજે સાંકડી વધઘટે એકંદરે ઘટાડા પર રહ્યા હતા. ઈથેરના ભાવ આજે ઉંચામાં 2461થી 2462 ડોલર તથા નીચામાં ભાવ 2352થી 2353 ડોલર થઈ 2378થી 2379 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 26થી 27 અબજ ડોલરનું વોલ્યુમ નોંધાયું હતું તથા માર્કેટ કેપ 280થી 285 અબજ ડોલરથી ઘટી 276થી 277 અબજ ડોલર નોંધાયું હતું.

Read Also

Related posts

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!