GSTV
India News Trending

વિશ્વ બેંકે કોરોના મહામારીમાં ગરીબોની અસાધારણ મદદ માટે મોદી સરકારની કરી પ્રશંસા, અન્ય દેશોને આપી આ સલાહ

કોરોના મહામારીના સમયગાળામાં દેશના ગરીબોને અસાધારણ રીતે મદદ કરવા બદલ વિશ્વબેંકે ભારતની પ્રશંસા કરી છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસેએ બુધવારે કહ્યું કે કોવિડ-19 મહામારીના સમયગાળામાં ભારતે જે રીતે ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરી છે તે પ્રશંસનીય છે. વિશ્વ બેંકે ‘ગરીબી અને પરસ્પર સમૃદ્ધિ રિપોર્ટ’ જાહેર કરતા કહ્યું કે અન્ય દેશોએ પણ ભારત પાસેથી બોધપાઠ લેવો જોઈએ. તેઓએ ભારતની જેમ પગલાં ભરીને કામ કરવું જોઈએ અને ગરીબોને સબસિડીને બદલે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવું જોઈએ. વિશ્વ બેંકે કહ્યું કે મહામારીની સૌથી મોટી કિંમત ગરીબ લોકોએ ચૂકવી છે.

ગરીબ દેશોમાં વધી ગરીબી

વિશ્વ બેંકના વડાએ કહ્યું કે મહામારીના કારણે ગરીબ દેશોમાં ગરીબીમાં ઘણો વધારો થયો છે. આ દેશોમાં એવી અર્થવ્યવસ્થાઓ સામે આવી જે મોટેભાગે અનૌપચારિક છે. એવી સામાજિક સુરક્ષા પ્રણાલીઓ સામે આવી જે કમજોર છે અને એવી નાણાકીય પ્રણાલીયો જોવા મળી જે બહુ અવિકસિત હતી. આ પછી પણ ઘણી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ મહામારી કાળમાં સફળ રહી હતી.

ભારતે આ રીતે મેળવી સફળતા

માલપોસે જણાવ્યું હતું કે ડિજિટલ રોકડ ટ્રાન્સફરના માધ્યમથી ભારત ગ્રામીણ વિસ્તારોના 85 ટકા અને શહેરી વિસ્તારોમાં 69 ટકા પરિવારોને ખોરાક અને રોકડ સહાય પૂરી પાડવામાં કામિયાદ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલે પણ આ રીતે મેળવી સફળતા

તે જ સમયે, દક્ષિણ આફ્રિકાએ સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં સૌથી મોટો વિસ્તાર કર્યો અને ગરીબી રાહત માટે 6 અબજ ડોલરનો ખર્ચ કર્યો. લગભગ 2.9 કરોડ લોકોને તેનો લાભ મળ્યો. તેમણે બતાવ્યું કે બ્રાઝીલે આર્થિક સંકોચન છતાં 2020 માં અત્યંત ગરીબીને ઘટાડવામાં સફળતા હાંસિલ કરી છે. પરિવાર આધારિત ડિજિટલ કેશ ટ્રાન્સફર સિસ્ટમના આધારે તેણે આ સફળતા મેળવી છે.

સબસિડી કરતાં રોકડ ટ્રાન્સફર સારો વિકલ્પ

વિશ્વ બેંકના વડા માલપાસેએ કહ્યું કે, વ્યાપક સબસિડીના બદલે લક્ષિત રોકડ ટ્રાન્સફર વધુ સારો વિકલ્પ છે. એનાથી ગરીબો અને સંવેદનશીલ સમૂહોને વધુ અસરકારક રીતે મદદ મળી રહે છે. રોકડ ટ્રાન્સફર પરની 60 ટકાથી વધુ રકમ નીચલા વર્ગના 40 ટકા લોકો સુધી પહોંચી શકે છે. એટલા માટે સબસિડી કરતાં રોકડ ટ્રાન્સફર વધુ અસરકારક છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / UPIથી ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા?, આ રીતે મેળવો પૈસા પરત

Hardik Hingu

છુટી નથી રહી ચા પીવાની ટેવ, અપનાવો આ 3 સરળ રીત

Akib Chhipa

પ્રિન્સ હેરી માટે આ વાતથી ચિંતિત હતા એલિઝાબેથ II : બાયોગ્રાફીમાં દાવો

GSTV Web Desk
GSTV