GSTV
Home » News » રશિયા પર સૌથી આકરો પ્રતિબંધ, વિશ્વના કોઈ પણ ખેલ આયોજનમાં નહીં લઈ શકે ભાગ

રશિયા પર સૌથી આકરો પ્રતિબંધ, વિશ્વના કોઈ પણ ખેલ આયોજનમાં નહીં લઈ શકે ભાગ

વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાડાએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. એટલે હવે રશિયા આગામી ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના મુખ્ય ખેલ આયોજનમાં ભાગ નહીં લઇ શકે. રશિયા પર આ પ્રતિબંધની સૌથી મોટી અસર તે થશે આગામી વર્ષે યોજાનારા 2020 અને કતારમાં યોજાનારા ફુટબોલ વિશ્વ કપ 2022માંથી પણ રશિયા બહાર થઇ જશે. વાડાએ રશિયા પર એન્ટી ડોપિંગ લેબોરેટરીમાં છેડછાડ કરીને ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો.

જેના કારણે તેના પર આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વાડાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભલામણોની સંપૂર્ણ યાદી સર્વસંમતિથી સ્વિકારી લેવામાં આવી છે. રશિયા પર ભલે આ પ્રતિબંધ લાગ્યો હોય પરંતુ તેના જે ખેલાડીઓને ક્લિનચીટ મળી છે તેઓ ન્યૂટ્રલ ફ્લેગ સાથે આંતરરાષ્ટ્રીય ખેલોમાં ભાગ લઇ શકશે. વાડાની કાર્યકારી કમિટીની સ્વિત્ઝર્લેન્ડમાં મળેલી બેઠકમાં એકમતથી રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો.

રશિયા વાડાના પ્રતિબંધ સામે 21 દિવસમાં અપીલ કરી શકે છે. જો રશિયા અપીલ કરશે તો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ સમક્ષ આ કેસ મોકલવામાં આવશે. પ્રતિબંધના કારણે રશિયા આંતરરાષ્ટ્રીય ખેલ આયોજનોમાં તો ભાગ નહીં લઇ શકે સાથે જ કોઇ ખેલ આયોજનની યજમાની પણ નહીં કરી શકે. ઉપરાંત ઓલ્મિપિક-2032 અને પેરાલિમ્પિકના ખેલોની યજમાની માટે દાવેદારી પણ નહીં નોંધાવી શકે.

READ ALSO

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

Nilesh Jethva

સ્માર્ટ એજ્યુકેશન: આ રચનાત્મક ફિલ્ડમાં અભ્યાસ કરી ભવિષ્યમાં કરો લાખો રૂપીયાની કમાણી

Ankita Trada

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો પલટવાર : ઓસ્ટ્રેલિયાને 36 રનોથી હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!