GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

વિશ્વમાં કોરોનાનો કોહરામઃ 12.75 લાખ લોકોને સ્પર્શી ગયો વાયરસ, મૃત્યુઆંક 70 હજારે પહોંચવા આવ્યો

corona

વિશ્વમાં કોરોનાનો હાહાકાર ખૂબ જ વધી રહ્યો છે. કોરોનાને કારણે સૌથી વધુ મુશ્કેલી અમેરિકાની થઈ છે. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. વિશ્વમાં કોરોનાને કારણે 12,74,578 કોરોને સંક્રમિત કરી ગયો છે. જેમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક પણ 70 હજારે પહોંચવા આવ્યો છે. વિશ્વમાં કોરોનાને કારણે 69487 લોકોના મોત થયા છે. જ્યારે 2.65 લાખ લોકોને કોરોનાથી મુક્તિ પણ મળી છે. કોરાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હજુ પણ વિશ્વમાં કોરોના ગ્રસિત લોકોની સંખ્યા 9.40 લાખ છે. જેમાં 45,900 લોકો ક્રિટિકલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

અમેરિકાના હાલ બેહાલ

વિશ્વમાં સૌથી વધુ પરિસ્થિતિ અમેરિકામાં ગંભીર છે. અમેરિકામાં 3.37 લાખ લોકો કોરોનાથી પિડાઈ રહ્યા છે. જ્યારે 9618 લોકોનો કોરોનાને કારણે જીવ ગયો છે. અમેરિકામાં હજુ પણ 3.09 લાખ લોકો કોરોનાગ્રસ્ત છે. જેમાં 8702 કેસ ક્રિટીકલ છે. અમેરિકામાં નવા કેસ 25371 નોધાયા હતા. જ્યારે 1165 લોકોના એક જ દિવસે મોત થયા હતા. અમેરિકા સિવાય હાલમાં કોરોના સંક્રમિતો ની સંખ્યા સ્પેનમાં વધી છે સ્પેનમાં અત્યાર સુધી 131646 લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે. જેમાં 38080 લોકોને રિકવર થયું છે. જ્યારે 12641 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ 80925 લોકો કોરોના સંક્રમિત છે.

corona

જર્મનીમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર

ઈટલીમાં પણ 1.29 લાખ લોકોમાં કોરોનાના સંક્રમણ સામે વિશ્વમાં સૌથી વધુ લોકોના મોત ઈટલીમાં થયા છે. ઈટલીમાં અત્યાર સુધી કોરોનાને કારણે 15887 લોકોના મોત થયા છે. જર્મનીમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે. જર્મનીમાં મૃત્યુદર ઓછો છે. જર્મનીમાં અત્યાર સુધી 1584 લોકોના મોત થયા છે. તો 28700 લોકો કોરોનામુક્ત પણ થયા છે. સ્પેનમાં નવા 694 મૃત્યુના કેસ નોંધાયા હતા. કોરોનાનો કહેર યુરોપિયન દેશોમાં સતત વધી રહ્યો છે. જર્મની, સ્પેન, ઈટલી, ફ્રાન્સમાં પણ ખૂબ વકર્યો છે. ફ્રાન્સમાં પણ કોરોના સંક્રમણના 92839 કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાનો આંક 4632 થયો

ભારતમાં પણ કોરોના સંક્રમિતોનો આંક સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ વદીને 4362 થઈ ચૂક્યા છે. જેમાં હજુ પણ 3913 લોકોમાં કોરોના એક્ટિવ છે. જ્યારે 328 લોકોને રિકવર પણ થયું છે. જ્યારે 121 લોકોના કોરોનાને કારણે ભારતમાં મોત થયા છે. ભારતમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં 781 પહોંચી ગઈ છે. જ્યારે મોતના મામલે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ આંક 45 પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં આજે નવા 33 કેસ નોધાયા છે. મહારાષ્ટ્ર પછી બીજા નંબરે તમિલના ડુમાં 571 કેસ નોંધાયા છે તો દિલ્હીમાં પણ કોરોનાના 503 કેસ થઈ ગયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. તેલંગાણામાં 334, કેરાલામાં 318 તો ુત્તર પ્રદેશમાં 278 કે નોંધાયા છે. રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 278 પહોંચી છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 144 થઈ છે. જેમાં 11ના મોત થયા છે.

READ ALSO

Related posts

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

Nilesh Jethva

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, નામ આપ્યું ‘મિશન બિગન અગેઇન’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!