GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

તો હવે કરણ જોહર-કાજોલ ક્યારેય ફરી સાથે કામ નહી કરે!

બોલિવુડની ફિલ્મ્સ ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ જેવી સુપરહિટ ફિલ્મ આપનારી કાજોલ અને કરણ જોહરની જોડી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદના સમાચારો આવી રહ્યાં છે.એક સમયે કરણ જોહરે કહ્યું હતું કે, કાજોલના કેમિયો સિવાય તેની કોઈપણ ફિલ્મ પૂરી ન થઈ શકે. બંને મિત્રો વચ્ચે કડવાશ એ હદે વધી ગઈ છે કે, બંનેએ એકબીજા સાથે કામ ન કરવાની કસમ ખાઈ લીધી છે. હાલમાં જ પોતાની ઑટોબાયોગ્રાફી ‘એન અનસ્યૂટેબલ બોય’માં કરણે સ્પષ્ટ કહ્યું છે કે, બંને વચ્ચેની 25 વર્ષની મિત્રતા ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘શિવાય’ ફિલ્મોની રિલીઝ પહેલા તૂટી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને અજયની ફિલ્મ ‘શિવાય’ ગત વર્ષે દિવાળીના દિવસે જ રિલીઝ થઇ હતી, જેને કારણે બંને વચ્ચે વિવાદો થયા હતા.

કરણે પોતાની ઑલખ્યુ હતુ કે, ”અજયે ફિલ્મની રિલીઝ પહેલા મને ઘણું સંભળાવ્યું અને કહ્યું કે, મને પોતાની જિંદગીમાંથી બહાર કાઢી નાખ.”

કાજોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ”તમે તમારી સાથે કામ કરનાર લોકોની સાથે સહજ નથી, તમે તેમની સાથે વાત નથી કરતા, તો મારું માનવું છે કે તમારા વચ્ચે વાતચીત એક મહત્વનો મુદ્દો છે. પણ જો તમે સાથે કામ કરનારા લોકોથી કમ્ફર્ટેબલ નથી અથવા તેમની સાથે વાત કરી શકતા નથી તો તમે સારું કામ કેવી રીતે કરી શકશો.”

 જ્યારે કાજોલને ફરીવાર કરણ સાથે કામ કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ”અત્યારે આ મુદ્દે કોઈપણ જવાબ આપવા માગતી નથી. જો મને મારા કોઈ મિત્રએ ફિલ્મ ઑફર કરી તો હું જરૂર તેમા કામ કરીશ.

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

BIG NEWS : બોલિવૂડ સુપર સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, થોડા સમય માટે કામમાંથી લીધો બ્રેક

Nilesh Jethva

‘સુશાંતે કહ્યું કે પરેશાન છું’ સુશાંતના પિતા સાથે રિયા ચક્રવર્તી અને શ્રુતિ મોદીની વોટસએપ ચેટ વાયરલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!