GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

બેંકોના સમય બદલાશે તો અઠવાડિયામાં 5 દિવસ કામ કરશે બેંક કર્મચારી

આગામી સમયમાં બેંકના કામ કરવાના કલાકો બદલાઈ શકે છે. એવી શક્યતા છે કે બેંક કર્મચારીઓ માટે બેંકનો સમય સવારે  9:30 અને   કામ પૂર્ણ થવાનો સમય સાંજે  4 વાગ્યાનો રહેશે.  હાલમાં બેંકનું કામ 10 વાગ્યે શરૂ થાય છે અને 5 વાગ્યે બંધ થાય છે. જો બેંકોનો સમય  9:30 થાય તો   બેંક કર્મચારીઓ  અઠવાડિયામાં પાંચ દિવસ જ કામ કરશે.  આ પ્રસ્તાવ ઉપર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. બેંકોની સંસ્થા ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન અને બેંક યૂનિયનો વચ્ચે આ અંગે વાતચીત થઈ ચૂકી છે. આ મહિને બીજા તબક્કાની વાતચીત બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલમાં બેંક કર્મચારીઓ આશરે સાડા છ કલાક કામ કરેછે.

હાલની બેઠકમાં બેંક યૂનિયને જણાવ્યું હતું કે તે ગ્રાહકોને વધારાનો સમય આપવા તૈયાર છે. પરંતુ તેઓ ફાઇવ ડે વીક ઇચ્છે છે. હાલમાં બેંકમાં દર બીજા અને ચોથા શનિવાર રજા હોય છે. નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કસના ઉપાધ્યક્ષ અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે જો સમય વધે તો  શનિવારે  રજા મળવી જોઈએ.

સરકારનું માનવું છે કે બેંકના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે.  એવામાં બેંકોમાંથી  કેશ ડિપોઝિટ કરવા તથા નવા ખાતા ખોલવા અનેએફડી બનાવવા તથા પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે બેંકો વધારે સમય ખુલ્લી રહે તે જરૂરી છે.

Related posts

ઓલિમ્પિકસ મેડલ વિજેતાને રિંગમાં પરાસ્ત કર્યા બાદ બાબા રામદેવ હવે IPLમાં અંબાણી સામે ટક્કર લેશે

Ankita Trada

અનુરાગે ‘કસોટી જિંદગી કે’ નો છોડી દીધો શો, બીજા પ્રોજેક્ટ પર કરવા માગે છે કામ

Karan

પાયલટને વિધાનસભામાં ભાજપની પાસે બેઠક આપી, કહ્યું મજબૂત યોદ્ધાને સરહદ પર મોકલવામાં આવ્યો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!