GSTV

જો બીમારીને કારણે નોકરીમાંથી કંપની હકાલપટ્ટી કરે તો કર્મચારીને મળશે વળતર

આવનારા સમયમાં જો કોઈ કંપની તેના કોઈપણ કર્મચારીને માંદગીના આધારે નોકરીમાંથી દૂર કરે છે, તો તેણે વળતર ચૂકવવું પડશે. હાલના ઔદ્યોગિક સંબંધો કોડ બિલમાં આ જોગવાઈ શામેલ નથી. સરકારે આ જોગવાઈને બિલમાં ઉમેરવા માટે નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી કરી રહી છે બિલનો અભ્યાસ

કેન્દ્રની એનડીએ સરકારે ટ્રેડ યુનિયન એક્ટ 1926, ઔદ્યોગિક રોજગાર (સ્ટેન્ડિંગ ઓર્ડર) અધિનિયમ 1946 અને ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ અધિનિયમ 1947 ને મર્જ કરીને ઔદ્યોગિક સંબંધ કોડ બિલ 2019 તૈયાર કર્યું છે. આ ખરડો ડિસેમ્બરમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે ત્યારબાદ સંસદની લેબર અંગેની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો છે, જે તેનો અભ્યાસ કરી રહી છે. અંગ્રેજી સમાચારપત્રનાં રિપોર્ટ અનુસાર હવે આ બિલમાં નવી જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

કંપનીઓ વળતર ચૂકવી રહી ન હતી

ઔદ્યોગિક ડિસપ્યુટ એક્ટ 1947 મુજબ, જો કોઈ કંપની કર્મચારીની છટણી કરે છે, તો તેણે કર્મચારીને વળતર ચૂકવવું પડે છે. આ વળતર શિસ્ત અથવા નબળા સ્વાસ્થ્યને આધારે કરાતી છટણીઓ પર પણ લાગુ પડે છે. પરંતુ મોટાભાગની કંપનીઓ નબળી તબિયતના આધારે નોકરીમાંથી કાઢી મુકાયેલા કર્મચારીઓને વળતર આપી રહી ન હતી. જોકે, ડિસેમ્બરમાં લોકસભામાં રજૂ કરાયેલા બિલમાં વળતરની જોગવાઈ પણ નહોતી. નવી જોગવાઈથી કાયમી અને કરાર બંને કર્મચારીઓને લાભ થશે.

કર્મચારીઓના હિતમાં પ્રશંસનીય પગલું: બી.એમ.એસ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા મજૂર સંઘ ભારતીય મજૂર સંઘ (બીએમએસ) ના મહામંત્રી વૃજેશ ઉપાધ્યાય કહેવું છે કે આ બિમારી કોઈપણ કર્મચારીના નિયંત્રણની બહાર છે. ઘણા કિસ્સાઓ એવી રીતે ઉભા થાય છે જેમાં કંપનીઓ બીમારીના આધારે કર્મચારીઓને કાઢી મૂકે છે. કેટલાક કેસોમાં, કર્મચારીઓ દાવો કરે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કર્મચારી ફોરમ સમક્ષ તેમની ફરિયાદ મૂકી શકતા નથી. કર્મચારીઓના હિતમાં આ એક પ્રશંસનીય પગલું છે.

READ ALSO

Related posts

મોદી સરકારની તિજોરીને મોટો ફટકો, ટેક્સ કલેક્શનમાં 14.7 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો

Ankita Trada

કોરોનાને પગલે અમદાવાદનું સૌથી મોટું શાકભાજી માર્કેટ થશે બંધ, છૂટકમાં વધી શકે છે ભાવ

Karan

WHOએ મોદી સરકારના કર્યા વખાણ, વિકાસશીલ દેશો માટે સરકારના નિર્ણયો એક ઉદાહરણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!