GSTV

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

લોકસભા બાદ હવે રાજ્યસભામાં ત્રણ મજૂર બિલ પસાર થયાં જેમાં 1- વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી શરતો કોડ, 2-ઔદ્યોગિક સંબંધ કોડ, 3-સામાજિક સુરક્ષા પરનો કોડનો સમાવેશ થાય છે. નવા મજૂર કાયદાથી દેશના સંગઠિત અને અસંગઠિત બંને કામદારોને નવી સુવિધાઓ મળશે. તમામ કામદારોને નિમણૂક પત્ર આપવો ફરજિયાત રહેશે. તેમનો પગાર ડિજિટલ રીતે ચૂકવવો પડશે. વર્ષમાં એકવાર તમામ કામદારોની આરોગ્ય તપાસણી પણ ફરજિયાત કરવામાં આવી છે. કામદારોને ગમે ત્યારે છૂટા કરી શકાશે.

વર્તમાન કાયદામાં દંડની રકમ અકસ્માતની સ્થિતિમાં સરકારના ખાતામાં જમા લેવાય છે, પરંતુ નવા કાયદામાં દંડની 50 ટકા રકમ ભોગબનનારને આપવામાં આવશે. જૂના 29 કાયદાને આ ચાર કોડમાં એકીકૃત કરવામાં આવ્યા છે. બીજા રાજ્યોના મજૂરોની ડેટાબેંક તૈયાર કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. મજૂરોને વર્ષમાં એકવાર તેમના મૂળ રહેઠાણ સ્થળે જવા માટે મુસાફરી ભથ્થું આપવામાં આવે એવી જોગવાઈ કરાશે. આ 3 બિલો એવા ખતરનાક છે તે તેમાં કામદારોનું હદ બહાર શોષણ થશે. પગારના ધોરણો પણ નક્કી કરાયા નથી. તેથી ઓછો પગાર આપીને કામદારોને નીચોવી લેવાશે.

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!