GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોનાએ મજૂરની કિસ્મત બદલી, રાતો રાત બની ગયો કરોડપતિ

દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, જેના કારણે લોકો પોતાના ઘર પર બંધ રહેવા માટે મજબૂર છે. લોકો પોતાના દેશ અને પોતાના ગામમાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. આ જ રીતે કેરલમાં પણ એક યુવક મજૂરીનુ કામ છોડીને ઘર પરત ફર્યો હતો, પરંતુ આ વચ્ચે તેની કિસ્મત જ બદલાઈ ગઈ છે. માહિતી પ્રમાણે દરરોજ 1000 થી 1500 રુપિયા કમાનાર યુવકની જિંદગી અચનાક જ બદલાઈ ગઈ છે. કોરોના વાયરસથઈ બચવા માટે પશ્વિમ બંગાળનો એક યુવકે કેરલથી પોતાના ગામમા પહોંચ્યો હતો, તેને જાણ થઈ કે, તેને લોટરી લાગી ગઈ છે અને તે કરોડપતિ બની ગયો છે. જોકે, પહેલા તો તેને આ વાત પર વિશ્વાસ આવ્યો ન હતો.

ઈજારુલને લોટરીમાં 1 કરોડ રુપિયા જીત્યા

કોરોનાના ખતરા વચ્ચે જ્યારે ઈજારુલ શેખ પોતાના ગામ પરત ફર્યો તો, તેની સામે રોજી-રોટીનુ મોટુ સંકટ આવ્યુ. મુશ્કેલીના આ સમયમાં તેમણે પોતાની કિસ્મતને અજમાવી અને લોટરીની એક ટિકિટ ખરીદી લીધી હતી, જેણે તેની જિંદગીને જ બદલીને રાખી દીધી હતી. ઈજારુલે હવે આ ટિકિટથી 1 કરોડ રુપિયા જીત્યા છે.

આ શખ્સે પોતાની કિસ્મત અજમાવી

ઈરારુલ શેખ કેરલમાં કામ કરતા હતા અને રાજ્યમાં જ્યારે કોરોનાના મામલાઓ વધવાના શરુ થઈ ગયા તો, હજારો મજૂરો પોતાના ઘરની તરફ પરત ફરવા લાગ્યા હતા. જેથી ઈજારુલ પણ ઘરે પરત ફરી ગયા હતા. તેઓ ગામમાં પહોંચ્યા હતા, પરંતુ તેમણે એક લોટરીની ટિકિટ ખરીદી લીધી હતી. ઈજારુલ શેખનુ કહેવુ છે કે, તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યુ ન હતુ કે, તે એક દિવસ કરોડપતિ બની જશે.

ઈજારુલને ઘર બનાવવાનુ સપનુ

જણાવી દઈએ કે, ઈજારુલ શેખના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક દીકરી છે. તેના પિતા રિક્શા ચલાવે છે અને ઈજારુલ કેરલમાં મજૂરી કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. આ પૈસામથી તે પોતાનુ એક ઘર બનાવશે અને માતા-પિતાની સેવા સાથે પોતાના બાળકોની શિક્ષા માટે પણ પૈસા જમા કરશે.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!