શહેરના અસારવા વિસ્તારમાં ભાજપનું એક વોટ્સએપ ગ્રુપ છે જેમાં ભાજપના એક કાર્યકરે અતિ કામુક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ ગ્રુપમાં અનેક મહિલા કાર્યકરો પણ છે જેથી કામુક વિડીયોને પગલે ભારે હોબાળો મચી ગયો છે. અંતે ભાજપના જ એક એડમીન કાર્યકર દ્વારા આ ગ્રુપને ડીલીટ કરી દેવામાં આવ્યું છે.

ભાજપના કાર્યકર આર.એમ.દિનેશએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં ભાજપની અનેક મહિલા કાર્યકરો પણ હતી. ગોડા કેમ્પ ખાતે રહેતા ભાજપના કાર્યકર અશોક કનોજીયા દ્વારા એક અતિ કામુક વિડીયો પોસ્ટ કરવામાં આવી હતી જે જોઈને મહિલાઓના હોશ ઉડી ગયા હતા અને ભારે હોબાળો સર્જાયો હતો.

બીજી બાજુ હોબાળો થતા કામુક વિડીયો મોકલનાર કાર્યકર અશોક ગભરાયો હતો તેમણે આ ગ્રુપમાં માફી માગતો એક મેસેજ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે દિનેશભાઈ સોરી યે વીડીયો ગલતી સે સેન્ડ હો ગયા હૈ બચ્ચે સે ખેલતે હુએ કોઈ બટન દબ ગયા હૈ તો પ્લીઝ આપશે માફી ચાહતા હું ઔર એ ક્લિપ ડીલીટ કર દેના દિલ સે સોરી…

દરમિયાનમાં અમદાવાદ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોક.એમ.પટેલને આ બાબતની જાણકારી મળી હતી આથી તેઓએ પણ આ ગ્રુપમાં એક મેસેજ નાખ્યો હતો જેમાં તેમાં લખ્યું હતું કે આ ગ્રુપમાં એક ખરાબ વિડિયો મોકલ્યો છે જે મૂકનારનું નામ પણ અશોકભાઈ છે અને તે ગોડા કેમ્પમાં રહે છે. આ નામ મારા નામ સાથે ભળતુ આવે છે તો આ ગ્રુપમાં એડમીન મિત્રોને મારી વિનંતી છે કે આની યોગ્ય ખુલાસા સાથેની પોસ્ટ મૂકો જેથી ગ્રુપના સભ્યોને સાચી માહિતી મળે અને ક્લેરિટી થાય.

ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં કામુક વીડિયો વાયરલ થયો હોવાની વાત વાયુવેગે ગાંધીનગર સુધી પ્રસરી ગઇ હતી. ઉપરથી સૂચના મળતાં જ અસારવા વિધાનસભાના ભાજપના વોટ્સએપ ગ્રુપને તાત્કાલિક રીતે ડિલીટ કરી દેવાયું છે અત્રે નોંધનીય છે કે ભાજપના ધારાસભ્ય બલરામ થવાણી પણ આ ગ્રુપમાં સભ્ય હતા અને વોટ્સએપ ગ્રુપનો એડમીન આર.એમ.દિનેશ બલરામ થાવાણીના પીએ તરીકે કામ કરે છે. અગાઉ દિનેશ આરએમ પટેલના પી.એ હતા.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો