GSTV
Gujarat Government Advertisement

વર્ક ફ્રોમ હોમ વચ્ચે આ કારણે પરેશાન થઈ ગઈ છે ભારતીય સ્ત્રીઓ, મહિલા આયોગમાં પહોંચી 1 હજારથી વધારે ફરીયાદ

Work From Home

Last Updated on July 27, 2020 by Ankita Trada

Covid-19 સંકટને ધ્યાનમાં રાખીને ઓફિસોમાં સામાજિક અંતર બનાવી રાખવા માટે સરકારે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. આ ઢબ પુરુષ કર્મચારીઓને તો માફક આવી ગઈ છે, પરંતુ મહિલા કર્મચારીને ખાસકરીને વિવાહિત મહિલા કર્મચારીઓ માટે સમસ્યા બની ગઈ છે. લગભગ 1 હજારથી વધારે મહિલા કર્મચારીઓને પંજાબ રાજ્ય મહિલા આયોગને ફરીયાદ મોકલી છે કે, વર્ક ફ્રોમ હોમ દરમિયાન પતિ અને સાસુ વાત માટે પરેશાન કરી રહ્યા છે કે, તે ઘરના કામ પણ કરે.

ઘરમાં ઘરેલુ ઝગડાઓ વધવા લાગ્યા

પતિ અને સાસુના આ સ્વભાવને કારણે વધારે પડતા ઘરમાં ઘરેલુ ઝગડાઓ વધવા લાગ્યા છે. મહિલા આયોગની ચેરપર્સન મનીષા ગુલાટીએ જણાવ્યુ કે, મહિલા કર્મચારીઓનુ કહેવુ છે કે, ઘરેથી કામ કરતા તેમણે ઓનલાઈન પોતાની ઓફિસ સાથે જોડાયેલુ રહેવુ પડે છે અને ફાઈલ સંબંધી કામ સતત ચાલુ જ રહે છે. તેમની સાસુને તે લાગે છે કે, વહુ ઘર પર છે, પરંતુ ઘરનુ કોઈ કામ કરતી નથી.

ફરીયાદ લેખીત રીતે આયોગને મળી છે

અહીંયાથી જ પરીવારમાં તણાવ શરુ થઈ જાય છે અને ઝગડાઓમાં બદલી જાય છે. તેમણે જણાવ્યુ કે, સાસુ-વહુ અને પતિ-પત્નિના આવા ઝગડાઓની વધારે પડતી ફરીયાદો શહેરી વિસ્તારોમાં આવી રહી છે. તેમણે તે પણ જણાવ્યુ કે, લગભગ 1 હજારથી વધારે ફરીયાદ લેખીત રીતે આયોગને મળી છે. જ્યારે કે, વોટ્સએપ અને ઈ-મેલ થકી તેમની પાસે લગભગ 800 ફરીયાદો પહોંચી છે.

મુખ્યમંત્રીને પણ જાગૃત કર્યા

તેમણે આગળ જણાવ્યુ કે, આયોગે ફરીયાદોને ખતમ કરવા માટે ઈ-કોર્ટની વ્યવસ્થા શરૂ કરી છે અને આયોગ આવા મામલાઓને જલ્દીથી જલ્દી ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. મનીષા ગુલાટીએ તે પણ જણાવ્યુ છે કે, તેમણે મહિલા કર્મચારીઓની આ ફરીયાદો વિશે મુખ્યમંત્રીને પણ જાગૃત કર્યા છે. જેના પર મુખ્યમંત્રીએ ડીજીપીને યોગ્ય સૂચનાઓ જારી કરવા કહ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

Bansari

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!