GSTV

કામનું / વર્ક ફ્રોમ હોમ કરતા-કરતા કમરના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ટિપ્સ, તરત Painથી મળશે છૂટકારો

Last Updated on July 20, 2021 by Zainul Ansari

કોરોના વાઇસના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. કોરોના સામે રક્ષણ માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહી છે, પરંતુ મોટા ભાગના લોકો એવા છે, જેઓ વર્ક ફ્રોમ હોમના કારણે કમરના દુખાવા જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. તમે આ સમસ્યાને ઘટાડવા માટે અહીં જણાવેલ પદ્ધતિઓ અજમાવી શકો છો.

સેલરી

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ વર્ક ફ્રોમ કરતી વખતે લોકોને કમરના દુખાવાની સમસ્યાનો સૌથી વધુ સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર સતત નમીને કામ કરવાના લીધે, કરોડરજ્જુના શેપમાં બદલાવ આવવાનું શરૂ થાય છે, જેના કારણે પીઠનો દુખાવો શરૂ થાય છે.

આ ટિપ્સને કરો ફોલો

કોમ્પ્યુટર મોનિટરને સરખી રીતે સેટ કરો

કમ્પ્યુટર પર કામ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે મોનિટર આંખોથી લગભગ એક પગના અંતરે હોય. તમારી આંખો મોનિટરની ટોચ પર હોય તેનું ધ્યાન રાખો. જેથી મોનિટરને જોવા માટે તમારે માથું વધારે ન કરવું પડે અથવા તેને નમવું પડે. કારણ કે માથું નીચે નમાવવાથી ગળાના પાછળના ભાગ પર દબાણ પડે છે, જેનાથી કરોડરજ્જુ અને પીઠમાં દુખાવો થાય છે.

યોગ્ય પોશ્ચરમાં બેસો

  • કમરના દુખાવાથી છૂટકારો મેળવવા માટે, ટેબલ પર કામ કરતી વખતે યોગ્ય પોશ્ચરમાં બેસવું પણ મહત્વપૂર્ણ છે.
  • ખોટી રીતે બેસવાને કારણે આ દુખાવો ખૂબ પરેશાન કરે છે.
  • પ્રયત્ન કરો કે ખુરશી પર બેસીને કામ કરતી વખતે પગ જમીન પર સપાટ રહે અને કમરનો ભાગ સીધો રહે.
  • ઘૂંટણની પાછળના ભાગને ખુરશીને સ્પર્શ કરવો જોઈએ નહીં, કારણ કે આ રુધિરવાહિનીઓ પર દબાણ લાવી શકે છે.
વર્ક

વચ્ચે-વચ્ચે બ્રેક લો

  • કમરના દુખાવાની સમસ્યાને ટાળવા માટે, લાંબા સમય સુધી સતત બેસવું ન જોઇએ
  • કામ દરમિયાન વચ્ચે વિરામ લેતા રહો
  • ખુરશી પરથી બેઠા થઇ થોડીવાર ચાલો અને સ્નાયુઓની સ્ટ્રેચિંગ કરતા રહો
  • તેના કારણે શરીરના તમામ ભાગોમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રહે છે

Read Also

Related posts

કામનું/ આધાર કાર્ડને લઇ UIDAIએ આપ્યું મોટું અપડેટ, હવે આધાર ગુમ થવા પર પણ તમને નહિ પડે મુશ્કેલી

Damini Patel

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Harshad Patel

ખુશખબર/ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે, જગતના તાતને આટલા હજાર કરોડની અપાઈ સબસિડી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!