GSTV
Gujarat Government Advertisement

Work From Home માં પીઠના દુઃખાવાથી છો પરેશાન, તો અપનાવો આ સરળ ટીપ્સ મળશે રાહત

Last Updated on September 4, 2020 by Ankita Trada

કોરોના વાયરસના કહેરથી બચવા માટે લોકડાઉનના કારણે ઘણા લોકો ઘરે બેસી ઓફિસના કામ કરી રહ્યા છે.Work From Homeના મામલામાં સતત એક જવી સીટિંગની સાથે કામ કરવાથી પીઠના દુઃખાવાની સમસ્યા થવી સ્વાભાવિક થે. એક જ પોશ્ચરમાં લાંબ સમય સુધી બેસી કામ કરવાથી આ પરિણામ આવે છે.

માંસપેશિયોનો દર્દ પણ સામેલ

ઘરેથી કામ કરતા દરમિયાન લોકો બેસવાના પોશ્ચરમાં આળસ કરી દેતા હોય છે અને જો તેમની પોઝિશન લાંબા સમય સુધી એક જેવી જ હોય તો પીઠમાં દર્દ થાય છે. ઘરેથી કામ કરવાના કારણે શરીરમાં મુશ્કેલીથી જ કોઈ ગતિ થાય છે. જેમ કે, યાત્રા કરવી, ચાલવુ અને દોડવું. આ કારણે થનારી મહત્તમ સામાન્ય મુદ્દામાં પીઠનો દુઃખાવો, શરીરમાં દર્દ અને માંસપેશિયોનો દર્દ પણ સામેલ છે. પીઠ દર્દ ક્યારેક-ક્યારેક ન્યૂરોલિજિકલ લક્ષણોથી પણ સંબંધિય હોય છે. જેમ કે, ઝુનઝુની અને સુન્નાતા.

Work From Home

રીઢના હાડકાઓ પર વધારે દબાણ

લેપટોપ અથવા કોમ્પ્યૂટર પર કામ કરતા જો તમે ખોટા પોશ્ચરમાં વધારે સમય સુધી બેસો છો તો પીઠ અને ગળુ ખરાબ થઈ જાય છે. વધારે સમય સુધી બેસવાથી રીઢના હાડકાઓ પર વધારે દબાણ પડે છે અને રીઢના હાડકાઓના ડિસ્ક પર પણ દબાણ પડે છે. તેનાથી દર્દ પણ થઈ શકે છે. માંસપેશિયોમાં ખેંચાણ અથવા તણાવ પણ થઈ શકે છે જે પીઠ અને ગાળાની માંસપેશિયોમાં દર્દ ઉત્પન્ન કરી શકે છે.

રાહત મેળવવા અજમાવો આ ઉપાય

  • જ્યારે તમે ઘરેથી કામ કરી રહ્યા છો અને એક ખુરશી પર બેઠા છો તો, કુશનના સહારે ગરમ પાણીની થેલી પીઠ પર રાખો. ગરમી આધારિત ઉપચાર પીઠ દર્દને સાજા કરવામા મદદ કરશે. તેને ત્યાં સુધી રાખો જ્યાં સુધી બેગ ગરમ ન થઈ જાય અને કેટલીક મિનિટના બ્રેક બાદ રીપીટ કરી શકો છો.
  • એક ડોલમાં થોડા હળવા ગરમ પાણીમાં નીલગિરીના તેલના કેટલાક ટીપા મિક્સ કરો, આ પાણી સ્નાન કરો. તેનાથી પીઠ દર્દની સાથે-સાથે આખા શરીરના દર્દથી પણ છુટકારો મળી શકે છે. આ તણાવના સ્તરને પણ ઓછો કરે છે.
  • એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી હળદર અને કેટલાક ટીપા મધ મિક્સ કરી લો. તેને એક આદત બનાવવાની કોશિશ કરો અને તેને દરરોજ પીવો. આ શરીરના દર્દ, પીઠ દર્દની સાથે-સાથે ઉધરસ અને શરીદીથી પણ છૂટકારો અપાવવામાં મદદ કરે છે.
  • નારિયેર તેલ અને કપૂરના મિશ્રણને પાંચ મિનિટ સુધી ઉકાળો. તેને ઠંડુ કરો અને એક બોટલમાં સ્ટોર કરી લો. સૂતા પહેલા અઠવાડિયમાં ઓછમાં ઓછા 2 વખત માલિશ કરો. આ સમયની સાથે પીઠ દર્દને પણ ઓછો કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta

SIP: આ સ્કીમમાં કરો 4500 રૂપિયાનું રોકાણ, બદલામાં મળશે 1 કરોડથી પણ વધુ, જાણો કેવી રીતે?

Vishvesh Dave

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!