GSTV
Gujarat Government Advertisement

ઉપયોગી / વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે આ 5 એપ્લિકેશન, જે તમારી પ્રોડક્ટિવિટી વધારવામાં કરશે મદદ

Last Updated on April 17, 2021 by Bansari

કોરોના મહામારીના આ સમયમાં મોટાભાગની ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ ચાલી રહી છે. પ્રાઇવેટ નોકરીયાતોની સાથે જ સરકારી કર્મચારીઓને પણ હવે વર્ક ફ્રોમ કરવું પડી રહ્યું છે. ચાલો તમને પાંચ એવી એપ્લિકેશન વિશે જણાવીએ, જે તમારા માટે ખૂબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

માઇક્રોસોફ્ટ ટિમ્સ

માઇક્રોસોફ્ટ ટીમ્સ કેટલીક ઓલરાઉન્ડર એપ્લિકેશનમાં સામેલ છે, જે ઓડિયો-વીડિયો કોમ્યુનિકેશન માટે સૌથી સારી એપ્લિકેશન સાબિત થઈ રહી છે. આ એપ્લિકેશનમાં થર્ડ પાર્ટી એપ ઇન્ટીગ્રેશન, ફાઇલ, મેસેજિંગ જેવી સુવિધાઓ મળે છે. આ એપ દ્વારા ઓનલાઇન કોલ્સ દરમિયાન જ ફાઇલ શેર કરવાનો વિકલ્પ મળે છે. આટલું જ નહીં માઇક્રોસોફ્ટ ટીમ્સના માઘ્યમથી તમે તમારી સ્ક્રીન પણ શેર કરી શકો છો.

ઝૂમ

કોરોના મહામારી દરમિયાન ઝૂમ એપ્લિકેશન વીડિયો કોલિંગનું બીજું નામ બની ગયું છે. આ એપ્લિકેશન વીડિયો કોલિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે. ખાસ કરી ઓફિસ મીટિંગ અને નાની ઓનલાઇન કોન્ફ્રન્સ માટે. ઝૂમ માત્ર ગ્રુપ માટે નહીં, પણ વન-ટૂ વન માધ્યમથી પણ વીડિયો કોલ્સ કરી શકાય છે. તેમાં જો તમારે વીડિયો ઓફ કરવી હોય તો તેનો પણ વિકલ્પ તેમાં મળે છે. માત્ર ઓડિયાના માધ્યમથી તેમાં જોડાઇ શકો છો.

ક્રોમ રિમોટ ડેસ્કટોપ

ક્રોમ રિપોટ ડેસ્કટોપ કેટલીક ખાસ એપ્લિકેશનમાંથી એક છે, જેની મદદથી તમે વિશ્વના કોઈ પણ ખૂણે બેસી કોમ્પ્યુટર એક્સેસ કરી શકો છો. તેના માટે ફક્ત એક ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે. આટલું જ નહીં, ગૂગલ રિમોટ ડેસ્કટોપના માધ્યમથી તમારા સાથી તમારા કોમ્પ્યુટરની ફાઇલ પણ એક્સેસ કરી શકે છે.

ટોગ્ગલ

ટોગ્ગલ એ ખાસ ટૂલ્સમાંથી એક છે, જેના માધ્યમથી તમે તમારી એક્ટિવિટી ટ્રેક કરી શકો છો. તેના માધ્યમથી તમે કર્મચારીઓના કામને પણ ટ્રેક કરી શકો છો. આ એપના માધ્યમથી ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ કરતા લોકોને પણ ટ્રેક કરી શકાય છે.

ગૂગલ ડ્રાઇવ

ગૂગલ ડ્રાઇવ એપ્લિકેશન તમારા માટે સૌથી શાનદાર એપ સાબિત થઇ શકે છે. કારણ કે તમે તમારા કામને તમારી સિસ્ટમમાં સેવ કરવાને બદલે ગૂગલ ડ્રાઇવમાં સેવ કરી શકો છો અને પછી તેને કોઇ પણ જગ્યાએથી એક્સેસ કરી શકો છો. તેની સાથે ગૂગલ ડ્રાઇવમાં સેવ ફાઇલ્સને બીજા લોકો સાથે પણ શેર કરી શકાય છે. આ એપ્લિકેશન રિયલ ટાઇમ કોલેબ્રેશન માટે બેસ્ટ ટૂલ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!