GSTV

વર્ક એન્વાયરમેન્ટ / રિલાયન્સ અને ટાટા નહીં આ કંપનીઓ છે શ્રેષ્ઠ, અહીં કામ કરતા કર્મચારીઓ સૌથી સંતુષ્ટ

Last Updated on June 21, 2021 by Zainul Ansari

દેશની સૌથી મોટી કંપનીનો દરજ્જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાય છે. જ્યારે ટાટા ગ્રુપને સૌથી જૂની કંપનીનો દરજ્જો પ્રાપ્ત છે. પરંતુ શું તમને ખબર છે કે કામ કરવાના હિસાબથી ટાટા અથવા રિલાન્ય ગ્રુપ નહીં પરંતુ ડીએચએલ અને મહિન્દ્રા જેવી કંપનીઓ સામેલ થઈ ગઈ છે. મુંબઈના રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ‘Great Places to Work’એ દેશની એવી કંપનીઓની યાદી જાહેર કરી છે, જે કામ કરવાના હિસાબથી સૌથી સારી છે. આ લિસ્ટમાં લોજિસ્ટીક કંપની DHL એક્સપ્રેસ ઇન્ડિયાનું નામ સૌથી ઉપર છે.

DHL પછી આ લિસ્ટમાં મહિન્દ્રા ગ્રુપનું નામ આવે છે. મહિન્દ્રા ગ્રુપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોમેટિવ એન્ડ ફર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર્સને આ યાદીમાં બીજો સ્થાન પ્રાપ્ત થયો છે.

આ કંપનીઓ પણ યાદીમાં સામેલ

ગ્રેટ પ્લેસ ટૂ વર્કમાં જગ્યા બનાવનારી કંપનીઓમાં Intuit India, Aye Finance P Limited અને Synchrony International Services ટોપ 5 સામેલ છે. Intuit India ત્રીજા, Aye Finance ચોથા અને Synchrony International નંબરે છે. જ્યારે આઈટી કંપની સિસ્કો ઇન્ડિયાએ પણ ટોપ 10ની યાદીમાં જગ્યા બનાવી છે. તકનીક સેક્ટરની સેલ્સફોર્સ અને એડોબ જેવી કંપનીઓ પણ ટોપ 10માં સામેલ છે. ખાસ વાત એ છે કે ટોપ 10માં ઘણી ટેક કંપનીઓ સામેલ છે.

આવી રીતે કંપનીઓને મળે છે રેકિંગ

ગ્રેટ પ્લેટ ટૂ વર્કની યાદીમાં સામેલ થવા માટે કંપનીઓને ઘણા માપદંડમાંથી પસાર થવુ પડે છે. તેમાં પ્રથમ કર્મચારીઓના અનુભવોની ક્વાલિટી અને બીજુ કંપનીની પીપલ પ્રેક્ટિસને જોવામાં આવે છે. તેમાં જે કંપનીઓ પાસ થઈ જાય છે, તેને આ ખિતાબ મળે છે. મુંબઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે તેણે એસેમેન્ટ પ્રોસેસમાં મેળવેલા આંકડાની પુષ્ટિ માટે મજબૂત પ્રક્રિયા અપનાવી અને તેના આધારે રેન્કિંગ જારી કરી છે. હકીકતમાં દર વર્ષે તેમાં એ કંપનીઓ સામેલ થાય છે, જ્યા કામનું વાતાવરણ સારુ છે. વર્ષ 2021ની યાદીમાં DHLનું નામ ટોપ પર છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!