GSTV

અહો આશ્ચર્યમ! પાક. ક્રિકેટ ટીમનાં કેપ્ટનનાં મામા ભારતની જીત માટે કરે છે દુઆ

Last Updated on June 16, 2019 by

ભારત અને પાક વચ્ચે આજે વર્લ્ડકપનાં મહામુકાબલામાં ભારત અને પાકિસ્તાનના કરોડો લોકો પોતાની ટીમ જીતે તે માટે દુઆ અને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે જાણીને નવાઇ લાગશે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝના મામા ભારતની જીત માટે દુઆ માંગી રહ્યા છે.

પાક.કેપ્ટનનાં મામા ભારતનાં રહેવાસી

સરફરાઝના મામા મહેબૂબ હસન ભારતના રહેવાસી છે. તેઓ ઉત્તર પ્રદેશનાં ઈટાવામાં રહે છે. તેમજ કૃષિ એન્જિનિયરિંગ કોલેજમાં વરિષ્ઠ સહાયકની પોસ્ટ પર છે. મહેબૂબ હસનના બહેન અકીલા બાનોના લગ્ન પાકિસ્તાનમાં થયા છે. અકીલાબાનોના પાંચ બાળકોમાં સરફરાઝ ત્રીજા નંબરનુ સંતાન છે.

વિશ્વમાં તિરંગો લહેરાય તે મારી ખ્વાહિશ : મહેબૂબ હસન

મહેબૂબ હસને કહ્યુ હતુ કે, ભારત જ મારો દેશ છે અને મને મારા દેશ પ્રત્યે બહુ પ્રેમ છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં તિરંગો લહેરાતો જોવાની મારી ઈચ્છા છે. મને વિશ્વાસ છે કે, પાછલી કેટલીક મેચોની જેમ આ મેચમાં પણ ભારત પાકિસ્તાનને પછાડશે.

READ ALSO

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!