GSTV

આ દેશમાં આવેલા છે અજાયબ તરતા ટાપુઓ, જાણશો તો રહી જશો દંગ

Last Updated on June 23, 2019 by Alap Ramani

ઉત્તર પૂર્વ રાજય મણીપુરમાં તાજા પાણીનો જળ જથ્થો ધરાવતું લોકાટક નામનું વિશાળ સરોવર આવેલું છે. આ ૩૧૨ ચોરસ કિમીમાં છવાયેલા આ સરોવરમાં આવેલા તરતાં ટાપુઓ દુનિયાની અજાયબ ગણાય છે. સરોવરની જળસપાટી પર જાણે કે તરાપો તરતો હોય એમ ટાપુઓ તરે છે. કયારેક તો ૩૫ થી ૪૦ ફુટ જેટલી જગ્યા છોડે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ આવે ત્યારે જમીન પર ધુજારીના લીધે હલન ચલન થતું હોય છે.

પરંતુ તે પોતાની સપાટી છોડીને ખસતો નથી પરંતુ મણીપુર રાજયમાં આવેલા આ વિશિષ્ટ ટાપુઓ રોજ રોજ ખસે છે.  આ ટાપુઓને મણીપુરની સ્થાનિક ભાષામાં કુમડી કહેવામાં આવે છે. આ ટાપુઓ પર ડાન્સીંગ ડિયર તરીકે પ્રખ્યાત થયેલા સાંગાઇ હરણો રહે છે. પરંતુ આ ટાપુઓ પર પાણીનો ફેલાવો વધતો જતો હોવાથી હરણાઓ પરનું જોખમ વધી ગયું છે.

સદીઓ પહેલા આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં સાંગાઇ રહેતા હતા તે હવે ઘટીને માંડ ૧૦૦ જેટલા બચ્યા છે. લોકાટક સરોવરમાં પાણીની ભરાવો વધતો જતો હોવાથી ટાપુઓ પરની વનસ્પતિઓ ઘસાતી જાય છે. ૧૯૮૦માં લોકટક સરોવરનું  ક્ષેત્રફળ આશરે ૧૦૪ ચોરસ કિલોમીટર હતું  જે આજે વધીને ૩૧૨ ચોરસ કિલોમીટર થઇ ગયું છે. 

READ ALSO

Related posts

કમનસીબી/ ડ્રાઈવીંગ ટેસ્ટ માટે 500 માઈલ દૂર ગાડી ચલાવીને આવી મહિલા, તોયે ડ્રાઈવીંગ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ

Pravin Makwana

અહો આશ્ચર્યમ! નવ દિવસ પહેલા પિતાના કર્યા અંતિમ સંસ્કાર, દસમા દિવસે મળ્યા જીવિત; જાણો શું છે મામલો

Vishvesh Dave

દિલ તોડીને દગો દીધો/ પ્રેમિકાના કહેવા પર આ ભાઈએ કિડની દાનમાં આપી દીધી, તોયે ગર્લફ્રેન્ડ બીજા સાથે પરણી ગઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!