વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ ટી-20 ભારતીય ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો. ભારતને હરાવીને ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટના કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો.
ભારતની પૂરી ટીમ 19.2 ઓવરમાં 112 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 17.1 ઓવરમાં માત્ર 2 વેટ ગુમાવીને 116 રન બનાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું. રવિવારે ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
નતાલી સ્વીવર અને એમીજોન્સે અડધી સદી ફટકારી. ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. ભારતની ઢીલી બેટિંગ પરથી અંદાજો એ વાતનો લગાવી શકાયો હતો કે ટીમના શરૂઆતના ચાર બેટ્સમેનોને છોડીને અન્ય 2 અંકના સ્કોર સુધી પણ પહોચી શક્યા નહતા. તાનિયા ભાટિયા (13), સ્મૃતિ મંધાના (34), જેમિમા રોડ્રિગેજ (26) અને હરમનપ્રિત કૌર (16) બે અંક સુધી પહોચી શક્યા હતા. એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર 13.4 ઓવરમાં 2 વિકેટે 89 રન હતો પરંતુ તે બાદ 28 બોલમાં જ ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી અને 23 રન જ બનાવી શકી હતી.
મિતાલી રાઝને બહાર કરવામાં આવતા હાર્યુ ભારત
મિતાલી રાઝે ગ્રુપ રાઉન્ડમાં 2 મેચમાં સતત બે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ પહેલા તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી, તેને સતત 2 મુકાબલામાં મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી પરંતુ સેમિ ફાઇનલ જેવા મહત્વના મુકાબલામાં સૌથી અનુભવી ખેલાડીને ટીમની બહાર કરવુ હરમનપ્રિત માટે પોતાની કેપ્ટન્સીની કરિયરની સૌથી મોટી ભૂલ સાબિત થઇ હતી.
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી