GSTV
Home » News » મહિલા ફુટબોલનો ઉત્સાહ વધારવા ગૂગલે બનાવ્યું doodle,વિજેતા ટીમને મળશે આટલા કરોડ અધધધ…

મહિલા ફુટબોલનો ઉત્સાહ વધારવા ગૂગલે બનાવ્યું doodle,વિજેતા ટીમને મળશે આટલા કરોડ અધધધ…

મહિલા ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે goole તેનું doodle સર્મપિત કર્યું છે. gooleના આ doodleમાં મહિલા ખેલાડીઓ ઉત્સાહથી ફુટબોલ રમતી જોવા મળે છે. આ વખતે ફીફા દ્વારા આયોજિત થવા વાળા મહિલા ફુટબોલ વર્લ્ડ કપનું આયોજન ફ્રાંસની રાજધાની પેરિસમાં કર્યું છે.

આ વખતે 8માં મહિલા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. આ પહેલાં 7 વખત તેનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પહેલા મહિલા વર્લ્ડ કપની શરૂઆત 1991માં થઈ હતી. મહિલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં કુલ 24 ટીમ ભાગ લેશે. આ રમતમાં ભાગ લેવા વાળા 6ના ગ્રૂપમાં રહેશે. મહિલા ફુટબોલ વર્લ્ડ કપની પહેલા મેચ 7 જૂન એટલે કે આજથી શરૂ થશે.

આજે ફાંસ અને દક્ષિણ કોરિયા વચ્ચે થશે. મહિલા ફુટબોલ ટૂર્નામેન્ટમાં 4 વર્ષ પહેલા 2015માં અમેરિકાની ટીમે જાપાનને 5-2થી હરાવી હતી. અને જીત તેના નામે કરી હતી. ખાસ વાત તો એ છે કે અમેરિકાની ટીમને સૌથી પ્રબળ ટીમ માનવામાં આવે છે. આ એટલા માટે કહેવું પડ્યું કેમ કે અમેરિકા 1991, 1999 અને 2015માં કપ જીતી ચૂકી છે.

આ વખતે વર્લ્ડ કપ જીતનારી ચેમ્પિયન ટીમને ઈનામમાં 24 કરોડ રૂપિયા આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વખતે મહિલા ફુટબોલ વર્લ્ડ કપનું મસ્કટ મુર્ગીનું બચ્ચું છે. તેને ettieનામ આપવામાં આવ્યું છે. આ મસ્કટનું જીવન અને ફુટબોલ માટે લોકોમાં જનૂન બતાવે છે.

Read Also

Related posts

કર્ણાટક મુદ્દે સુપ્રીમે જે સુનાવણી આપી તેનાથી કુમારસ્વામી ખુશખુશાલ થઈ જશે

Mayur

જેને દિવાળીના ફટકડાના ધુમાડાથી એલર્જી થતી હતી તે પ્રિયંકાએ ખુલ્લેઆમ સુટ્ટો માર્યો

Dharika Jansari

આ ટૂલ તમારા ફેસબુક, વૉટ્સઍપ અને ક્લાઉડ એકાઉન્ટ્સની જાસૂસી કરી શકે છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!