GSTV
Home » News » ઈન્ટરનેશનલ મેચ રમ્યા વગર T-20 વર્લ્ડ કપની ટીમમાં આ 16 વર્ષીય ખેલાડીને મળી એન્ટ્રી

ઈન્ટરનેશનલ મેચ રમ્યા વગર T-20 વર્લ્ડ કપની ટીમમાં આ 16 વર્ષીય ખેલાડીને મળી એન્ટ્રી

21 ફેબ્રુઆરી 2020થી શરૂ થનાર મહિલા T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 104 T-20 મેચ રમી ચૂકેલ હરમનપ્રીત આ ટીમની કેપ્ટન બની ગઈ છે, ત્યારે આ વચ્ચે એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે કે, આ ટીમમાં પશ્વિમ બંગાળની 16 વર્ષીય બેટ્સમેન રિચા ઘોષનું નામ છે. કારણ કે, રીચા ઘોષે અત્યાર સુધીમાં એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જો કે, ડોમેસ્ટિક ક્રિકેટમાં રિચાએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. સાથે જ આ ટીમમાં 15 વર્ષની યુવા ખેલાડી શફાલી વર્માને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.

મહિલા T-20 વર્લ્ડ કપની સામની મેચ 21 ફેબ્રુઆરી 8 માર્ચ 2020 સુધી ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવશે. જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ મહિલા દિવસ એટલે કે, 8 માર્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવામાં આવશે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં પુરૂષોની T-20 વર્લ્ડ કપ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની હોસ્ટિંગ ઓસ્ટ્રેલિયા પાસે છે.

આ ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. 2018માં મહિલા T-20 વર્લ્ડ કપની આઠ ટીમોને ટૂર્નામેન્ટમાં સીધી જ એન્ટ્રી મળી છે, જ્યારે થાઈલેન્ડ અને બાંગ્લાદેશને ક્વોલિફાઈડ ટૂર્નામેન્ટ રમીને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી છે. આ ટીમેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશની સાથે રાખવામાં આવી છે.

T-20 ટીમના 15 સભ્યોની પસંદગી

આ ટીમમાં ક્રિકેટર હરમનપ્રિત કૌર, સ્મૃતિ મંધાના, શફાલી શર્મા, જેમિમા રોડ્રિગ્જ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, રિચા ઘોષ, તાન્યા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકાર અને અરૂનધતિ રેડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હજુ સુધી 6 T-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ 4 જ્યારે વેસ્ટઈન્ડિઝ અને ઈગ્લેન્ડે 1-1 વર્લ્ડ કપ જીત્યો છે. મહિલા ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ત્રણ વખત T-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચવામાં સફળતા મળેવી છે, પરંતુ વર્લ્ડ કપ જીતી શકી નથી. તેથી જોવુ રસપ્રદ રહેશે કે, શું મહિલા ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતી શકે છે.

READ ALSO

Related posts

મોહમ્મદ ગૌરીએ પણ ચલણમાં બહાર પાડ્યો હતો માં લક્ષ્મીની તસવીર વાળો સિક્કો, શું હતું કારણ?

NIsha Patel

‘છપાક’: દીપિકાને ‘લક્ષ્મી’ બનવા માટે કરવી પડી આટલી મહેનત, જોવા જેવો છે આ મેકિંગ વીડિયો

Bansari

સાવરકરનું અપમાન કરનારાઓને બે દિવસ અંદમાન સેલ્યુલર જેલમાં રહેવા દો : શિવસેના કોંગ્રેસ વચ્ચે તણખા ઝર્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!