GSTV
Home » News » અમદાવાદમાં ફેંક્ચર ગેંગના ગેંગસ્ટરની પત્નીએ ગોળી મારીને મોતને વ્હાલું કરી દીધું

અમદાવાદમાં ફેંક્ચર ગેંગના ગેંગસ્ટરની પત્નીએ ગોળી મારીને મોતને વ્હાલું કરી દીધું

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શ્રેય રેસીડન્સીમાં અનિતા સિંગ નામની એક મહિલાએ પોતાની જાતની ગોળી મારીને મોતને વ્હાલું કરી લીધુ છે. સમગ્ર મામલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તો પરિવારજનોના કહેવા મુજબ મૃતક મહિલા અનીતા સિંગ છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક બીમાર હતી.

નોંધનીય છે કે મૃતક બે બાળકોની માતા છે.. અને હાલમાં તેનો પતિ અમિત સિંઘ ઉર્ફે સોનું પંજાબી ફરાર છે જેને લઈને પોલીસની શંકા વધુ પ્રબળ બની છે કે બનાવ બનતાની સાથે જ અમિત સિંઘ શા માટે ફરાર થઇ ગયો તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.તો અમિત સિંગ પોતે એક સમયનો ફેકચર ગેંગનો સભ્ય હતો.

અનીતા સિંગના મોત પાછળ અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે ત્યારે અમિત સિંઘ ઉર્ફે સોનું સિંઘને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે કારણકે અમિત સિંઘનો પણ ગુનાહિત ઈતિહાસ રહીં ચુક્યો છે.આજથી ઘણા વર્ષો અગાઉ જયારે અમદાવાદ શહેરોમાં ગેંગવોર થતી હતી તે વખતે ફેકચર ગેંગમાં અમિત સિંઘ ઉર્ફે સોનું પંજાબી સક્રિય હોવાનું પોલીસ સ્વીકારી રહી છે અને તેની હિસ્ટ્રી પોલીસ ચોપડે પણ નોંધાઈ ચુકી છે.

READ ALSO

Related posts

આતંકી હુમલાની દહેશતને પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ, અંબાજી મંદિરે પોલીસ બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ

Nilesh Jethva

ઈન્સટાગ્રામ પર વિકી કૌશલે શેર કર્યો બાળપણનો ફોટો, તેના ભાઈએ કહ્યું – ‘યાર હદ્દ થાય છે…’

Kaushik Bavishi

પંજાબી ગીત ‘લહેંગા’ 2 કરોડથી પણ વધુ વખત જોવામાં આવ્યું છે, જસ માનક અને મહિરા શર્માની ખુબસુરત કેમિસ્ટ્રી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!