GSTV

BIG NEWS : મહિલા અનામત મામલે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચૂકાદો, સરકારની આ જોગવાઈઓને કરી રદ

રાજ્યમાં મહિલા અનામતની અમલવારીનો મામલો બહાર આવ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને હાઈકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. મહિલા અનામતની જોગવાઇઓ નું કઈ રીતે પાલન કરવું તેને લઇને હાઇકોર્ટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. સીધી લીટીની અનામત ની અમલવારી કરવા માટે હાઇકોર્ટે સાત સ્ટેપમાં અનામતની જોગવાઇઓની અમલવારી સરકારને સમજાવી છે.

મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે કોર્ટે દ્રષ્ટાન્ત આપ્યા છે. જો 100 બેઠક પરની ભરતી હોય તો સીધી લિટીની મહિલા અનામત માટેનો દાખલો આપ્યો છે. જેમ કે 100 બેઠકો પર ઓપન કેટેગરીમાં 17 મહિલાઓ ,અનુસૂચિત જાતિમાં ચાર મહિલાઓ અનુસૂચિત જનજાતિમાં 6 મહિલાઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની કેટેગરીમાં સાત મહીલાઓ માટે અનામત રાખવી.

મહિલાઓ માટેની ૩૩ ટકા મહિલા અનામત

મહિલાઓ માટેની ૩૩ ટકા મહિલા અનામત જે તે કેટેગરીમાં પૂર્ણ કરવામાં મહિલાઓની સંખ્યા ખૂટતી હોય તો મેરીટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં પુરૂષ ઉમેદવારની એટલી સંખ્યા ઘટાડી ત્યાં મહિલાઓનો સમાવેશ કરવો. મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય આપ્યો છે. અનામતના મુદ્દે રાજ્ય સરકારે 1 8 2018 ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી દીધી છે. 1 8 2018 ના પરિપત્ર ની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈ કોર્ટે માન્ય રાખી છે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો હોય પણ જો તેણે મહિલા અનામતના માટે લેવી હોય તો તેને જે તે અનામત કેટેગરીમાં ગણી શકાય

સરકારના પરિપત્રની આ જોગવાઈ ભરતી નિયમોથી વિપરીત હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. કોર્ટના આ હુકમની થશે સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોને થશે. આ ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે તે અનામતની કૅટેગરીમાં ન ગણવી. હવે પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળતા હતા તે જ પ્રમાણે ના લાભ હવે મહિલાઓને પણ ઓપન કેટેગરી અને અનામતના લાભ મળશે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

pratik shah

બિહાર માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: સત્તામાં આવશું તો બેરોજગારોને આપશું દર મહિને આટલા રૂપિયા

pratik shah

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!