GSTV

નફ્ફટાઇ/ મહિલાઓનું કામ માત્ર બાળકો પેદા કરવાનું, મંત્રી ના બની શકે: તાલિબાનની હલકી માનસિકતા

તાલિબાન

Last Updated on September 10, 2021 by Bansari

અફઘાનિસ્તાનમાં આખરે જેનો ડર હતો તે સાચો સાબિત થઈ રહ્યો છે. તાલિબાનોની વચગાળાની સરકારની રચના પછી મહિલાઓ સરકારમાં ભાગીદારી માટે દેખાવો કરી રહી છે ત્યારે સૃથાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાને ટાંકીને દાવો કર્યો છે કે તાલિબાન સરકારમાં મહિલાઓને ક્યારેય મંત્રી બનાવાશે નહીં. તેમનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે.

તાલિબાન

અફઘાનિસ્તાનમાં તાલિબાની માનસિક્તા દેખાવા લાગી

અફઘાનિસ્તાનમાં કાબુલ કબજે કર્યા પછી સમાવેશક સરકાર બનાવવાનો અને મહિલાઓને પણ પૂરતી છૂટ આપવાનો દાવો કરનારા તાલિબાનોએ વચગાળાની સરકારની જાહેરાત કરવાની સાથે જ તેમની કટ્ટરવાદી માનસિક્તા સામે આવવા લાગી છે.

તાલિબાનોના શાસનમાં સમાવેશક સરકારમાં ભાગીદારી માટે કાબુલમાં સેંકડો મહિલાઓ દેખાવો કરી રહી છે ત્યારે સૃથાનિક મીડિયા ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તાને ટાંકીને ટ્વીટ કરી કહ્યું કે, ‘એક મહિલા મંત્રી હોઈ શકે નહીં. મહિલાઓ માટે કેબિનેટમાં હોવું જરૂરી નથી.

તાલિબાન

ટેબલ પર મશીનગન સાથે અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના ગવર્નરની તસવીર વાઈરલ

મહિલાઓનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે. કાબુલમાં દેખાવો કરી રહેલી મહિલાઓ આખા અફઘાનિસ્તાનનું પ્રતિનિિધત્વ નથી કરતી.’ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતાં જ સામાન્ય લોકોમાં ભારે ડર ફેલાયેલો હતો.

બે દાયકા પહેલાંનું તાલિબાની શાસન જોઈ ચૂકેલી મહિલાઓ ખાસ કરીને ગભરાયેલી હતી. બીજીબાજુ તાલિબાનોના શાસનમાં સરકારી ઓફિસોમાં ટેબલ પર બંદૂકો જોવા મળશે તેવી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરો અફઘાનિસ્તાનમાં વાસ્તવિક્તા બનતી હોય તેવું જણાઈ રહ્યું છે.

ભારતમાં રિઝર્વ બેન્ક હોય તેવી અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્ક (ડીએબી)ના બંદૂકધારી ગવર્નર હાજી મોહમ્મદ ઈદરિસની તસવીર વાઈરલ થઈ રહી છે. તે ઓફિસમાં બેસીને લેપટોપ ચલાવી રહ્યા છે અને તેમની બાજુમાં ટેબલ પર મશીનગન પણ મૂકેલી છે.

Read Also

Related posts

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah

અનામત મુદ્દો: પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા ખોરંભે, શું સરકાર પેરામેડિકલ પ્રવેશ હવે શરૂ કરશે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!