ક્રિકેટમાં ટેસ્ટ અને વનડે ફોર્મેટનું સ્થાન હવે ટી-20 ક્રિકેટે લઈ લીધું છે જેના પગલે ભારત સહિતના દેશોમાં ઈન્ડિયન પ્રીમયર લીગ(આઈપીએલ) જેવી મેચો રમાઈ છે જેના થકી ક્રિકેટરો અને બોર્ડ કરોડોની કમાણી કરે છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) મહિલા આઈપીએલનું આયોજન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે મહિલા આઈપીએલનું આયોજન સાઉથ આફ્રિકામાં થનાર મહિલા ટી20 વિશ્વ કપ બાદ માર્ચમાં કરવામાં આવશે. ગાંગુલીએ 20 સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું કે BCCI અત્યારે મહિલા આઈપીએલના આયોજન પર કામ કરી રહ્યુ છે. આની પહેલી સિઝન આવતા વર્ષની શરૂઆતમાં આયોજિત થઈ શકે છે.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગ આઈપીએલની જેમ રમાય છે અને ઈંગ્લેન્ડમાં વિમેન્સ ક્રિકેટ સુપર લીગ અને ધ હન્ડ્રેડ વિમેન્સ ક્રિકેટ લીગ રમાય છે. આ અગાઉ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે માર્ચ 2023માં પહેલીવાર મહિલા આઈપીએલનું આયોજન લગભગ નિશ્ચિત છે અને બોર્ડે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
READ ALSO
- WTC FINAL/ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડે રચ્યો ઇતિહાસ, 48 વર્ષ બાદ આવું પ્રથમ વખત બન્યું
- હવે તમે ચૂકવણી કરીને ખરીદી શકશો ઇન્સ્ટા-એફબી બ્લુ ટિક , તમારે ચૂકવવા પડશે આટલા પૈસા
- દીના સનિચર: આ હતો વાસ્તવિક જીવનનો મોગલી, 6 વર્ષની ઉંમર સુધી વરુઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેનો ઉછેર
- RBI મોનેટરી પોલિસી: સેન્ટ્રલ બેંકે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો
- ગીર સોમનાથના ટીમડી ગામની સરકારી જમીનના 11 પ્લોટની રાતોરાત હરાજી કરી કૌભાંડ આરોપ, સરપંચે રાતો રાત પ્લોટ ફાળવ્યા