GSTV

રૃલ્સ મતબલ રૃલ્સ / Bikini Bottoms કેમ ન પહેરી… એમ કહીને નોર્વેની હેન્ડબોલ ટીમને 1500 યુરોનો દંડ ફટકારાયો

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

આમ તો ટૂંકા વસ્ત્રો પહેરવા એ સંસ્કાર ન ગણાય અને ટૂંકા વસ્ત્રો પહેરનારાઓને લોકો લાંબા-શરીર ઢંકાય એવા વસ્ત્રો પહેરવા માટે શીખાણના બે શબ્દો કહેતા હોય છે. પરંતુ નોર્વેમાં ઉલટી ઘટના બની છે. નોર્વેની હેન્ડબોલ ટીમે બિકીનીને બદલે શોર્ટ્સ એટલે કે જરા વધારે લાંબા વસ્ત્રો પહેરી લેતાં 1500 યુરો ડોલર (1.31 લાખ રૃપિયા)નો દંડ ફટકારાયો છે. આ દંડ યુરોપિયન હેન્ડબોલ કમિટી દ્વારા નોર્વેની ટીમને ફટકારાયો છે, દરેક ખેલાડીએ 150 યુરોનો દંડ ભરવાનો થશે. કેમ કે ટીમે ઈન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશનના નિયમોનો ભંગ કર્યો હતો.

Bikini Bottoms

નિયમ એવો છે કે હેન્ડબોલ રમતી વખતે પુરુષ ખેલાડીઓએ શોર્ટ્સ (ટૂંકી ચડ્ડી) અને મહિલા ખેલાડીઓએ બિકીની પહેરવાની હોય છે. નોર્વેની મહિલા ટીમે યુરોપિયન ચેમ્પિયનશિપ દરમિયાન બલ્ગેરિયામાં રમાયેલી મેચમાં શોર્ટ્સ પહેર્યા હતા. ફેડરેશનની રેગ્યુલેશન સમિતિએ કહ્યું હતું કે નિયમ મુજબ કપડાં પહેર્યા ન હોવાથી દંડ કરાયો છે. નિયમ પાલન સૌ માટે જરૃરી છે.

ઈન્ટરનેશનલ ફેડરેશનના નિયમ પ્રમાણે મહિલા ખેલાડીઓએ બિકીની બોટમ પ્રકારના વસ્ત્રો પહેરવા જરૃરી છે. એમાં પણ એ બિકીની પગ પર ચપોચપ આવવી જોઈએ અને અર્ધગોળાકાર કપાયેલી હોવી જોઈએ. એ જાણીતી વાત છે કે દરેક રમતમાં શું પહેરવું શું ન પહેરવું તેના આંતરરાષ્ટ્રીય નિયમો હોય છે. એમ આ રમતના પણ નિયમો છે. જોકે એક વર્ગ માને છે કે નિયમોમાં ફેરફાર થવો જોઈએ. માટે નિયમિત રીતે આ ડ્રેસ બરાબર છે કે નહીં તેની ચર્ચા પણ થતી રહે છે. આ વિવાદને કારણે એ ચર્ચા ફરી શરૃ થઈ છે.

આ દંડ પછી નોર્વેના હેન્ડબોલ ફેડરેશને કહ્યું હતું કે દંડ ભલે થયો પરંતુ અમારી ટીમે વિવાદાસ્પદ નિયમનું પાલન ન કર્યું તેનું અમને ગૌરવ છે. કેમ કે આ રૃલ્સ સામે 2006થી નોર્વે વારંવાર વાંધો ઉઠાવે જ છે. આ મુદ્દે ફેડરેશન ટીમની સાથે છે, એવો સંદેશો પણ નોર્વેના અધિકારીઓએ મહિલા ટીમને આપ્યો હતો. મહિલાઓ રમતમાં ઉતરી ત્યારે નિયમથી અજાણ ન હતી. એ મહિલા ટીમ વર્ષોથી હેન્ડબોલ રમે છે અને નિયમોથી સારી રીતે વાકેફ છે. પરંતુ ડ્રેસના વિવાદાસ્પદ મુદ્દે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું ધ્યાન ખેંચાય એ માટે તેમણે બિકીનીના બદલે શોર્ટ્સ પહેરવાનું પસંદ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!