GSTV
Others Sports Trending

FIH Pro Hockey League: ભારતીય મહિલા હોકી ટીમનો અમેરિકા સામે 4-0 થી વિજય, પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડ પછી ત્રીજા સ્થાને

પ્રો હોકી લીગમાં ભારતીય મહિલા ટીમે અમેરિકા સામે ૪-૦થી વિજય મેળવ્યો હતો. આ સાથે પ્રો હોકી લીગમાં ભારતની મહિલા ટીમની તમામ મેચ પુરી થઈ ગઈ હતી. આખરી મેચમાં ભારત તરફથી વંદના કટારિયાએ બે, સોનિકા અને સંગીતાએ ૧-૧ ગોલ નોંધાવ્યો હતો.

નેધરલેન્ડમાં રમાયેલી પ્રો હોકી લીગ વિમેન્સ ટુર્નામેન્ટમાં આર્જેન્ટીના ૪૨ પોઈન્ટ સાથે ટાઈટલ જીતી ચૂક્યું છે. નેધરલેન્ડ ૩૫ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ભારત ૩૦ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ચોથા સ્થાને બેલ્જીયમ ૨૨ પોઈન્ટ સાથે છે. બેલ્જીયમની આખરી બે મેચ બાકી છે, જે અમેરિકા સામે રમાવાની છે. જો બેલ્જીયમ આખરી બે મેચ હારી જાય તો ભારતને બ્રોન્ઝ મેડલ મળી શકે છે.

અગાઉ ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી ફર્સ્ટ લેગની મેચમાં ભારતે ૪-૨થી અમેરિકા સામે વિજય મેળવ્યો હતો. અમેરિકા તરફથી ગ્રેગાએ પ્રથમ ગોલ ફટકાર્યો હતો. જોકે ભારત તરફથી વળતો પ્રહાર દીપ એક્કા ગ્રેસે કર્યો હતો. જેની એક મિનિટ બાદ નવનીત કૌરે ગોલ ફટકાર્યો હતો. ભારત તરફથી સોનિકાએ ત્રીજો ગોલ નોંધાવી દીધો હતો. અમેરિકા તરફથી કોનેર્થે ગોલ ફટકારતાં ટીમને મેચમાં બરોબરી અપાવવાની આશા જન્માવી હતી. જોકે વંદના કટારિયાના ગોલને સહારે ભારતે ૪-૨થી સરસાઈ મેળવી લીધી હતી. આખરી ૧૦ મિનિટમાં એક પણ ગોલ નોંધાયો નહતો.

READ ALSO

Related posts

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

GSTV Web Desk

સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો

Zainul Ansari
GSTV