GSTV

મહિલા સુરક્ષાને લઈને હવે તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક, ગૃહ મંત્રાલયે નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી

Last Updated on December 6, 2019 by Mayur

મહિલાઓ વિરૂદ્ધ સતત વધી રહેલી અસામાજીક ઘટનાઓને જોતા કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મહિલા સુરક્ષાને લઈને દેશભરના તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક બનાવવાની જાહેરાત કરી છે. આ પોલીસ સ્ટેશનમાં ગૃહ મંત્રાલયે નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ થશે.

ગૃહ મંત્રાલયે પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. પોલીસ સ્ટેશનને મહિલાઓ માટે અનુરૂપ બને તે માટે મહિલા ડેસ્ક બનાવવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ મહિલા ડેસ્ક પર કરી શકશે. આ ડેસ્ક પર અનિવાર્ય રૂપથી મહિલા પોલીસ અધિકારીને તહેનાત કરવામાં આવશે.

આ ડેસ્ક કાયદાકીય સહાયતા, પરામર્શ, આશ્રય, પુનર્વાસ અને પ્રશિક્ષણ જેવી સુવિધા ઉપરાંત વકીલો, મનોવૈજ્ઞાનિક, બિન સરકારી સંગઠનો અને વિશેષજ્ઞોની પેનલને સુચીબદ્ધ કરશે. આ તમામનો ઉપયોગ મહિલાઓની મદદ માટે કરવામાં આવશે.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!