GSTV

‘મા તે મા બીજા વગડાના વા’ : ચાર દાયકાથી દિવ્યાંગ પુત્રોની સારવાર કરતી આ માતાને ધન્ય છે

Mothers Day

Last Updated on March 8, 2020 by Mayur

૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય નારી દિવસ જેની ઉજવણી માત્ર ગાંધીભૂમિ પોરબંદરમાં જ નહી, પરંતુ વિશ્વભરમાં અલગ અલગ પ્રકારે થઈ રહી છે. અને નારીની મહત્વતા, કિંમતના ગુણગાન ગાઈ રહ્યા છે. તેનુ સન્માન પણ થઈ રહ્યું છે. ત્યારે પોરબંદર નજીકના કુછડી ગામે આંતરરાષ્ટ્રીય નારી દિવસની ઉજવણીથી તદ્દન અજાણ અને અભણ હોવા છતાં પોતાના બબ્બે દિવ્યાંગ પુત્રોને ચાર ચાર દાયકાથી સાચવતા ખમીરવંતા મહિલાનું પોરબંદરની યુવતીઓએ તેના ઘરે જઈને ભાવપૂજન, સ્વાગત, અભિવાદન કરીને ખરા અર્થમાં વર્લ્ડ વુમન્સ ડે ની ઉજવણી સાર્થક ઠેરવી હતી.

પ્રથમ પુત્રથી લઈ ચાર દાયકા સુધીનો સંઘર્ષ

પોરબંદરથી ૧૫ કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટા ઉપર આવેલા કુછડી ગામે રહેતા નાથીબેન દેવાભાઈ કુછડીયા નામના ૫૯ વર્ષના મહિલાની સંઘર્ષગાથા સાંભળીને કોઈની પણ આંખમાં અશ્રુધારા વહી જાય છે. વાત જાણે એમ છે કે ઠોયાણા ગામે પીયરીયું ધરાવતા નાથીબેનના લગ્ન વીસેક વર્ષની વયે કુછડીના દેવાભાઈ કુછીડીય સાથે થયા હતા. અને ઈ.સ. ૧૯૮૩ની સાલમાં તેમને ભગવાન ખોળાનો ખુંદનાર આપે છે. જેનું નામ વિરમ રાખવામાં આવે છે. પરંતુ અચાનક જ માસુમ બાળક વિરમને તાણ આંચકી આવે છે. અને ત્યાર બાદ બેભાન હાલતમાં હોશ ગુમાવી દીધા બાદ કોઈ જ સારવાર કારગત નીવડતી નથી અને આ બાળક માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ જેવો બની જાય છે. પણ આ માતને નહોતી ખબર કે આ સિલસિલો ચાર દાયકાથી પણ આગળ ચાલવાનો છે.

ભાવેશને પણ આવી આંચકી

ત્યાર બાદ નાથીબેનને ત્યાં દીકરીનો જન્મ થાય છે. જેના થોડા વર્ષો પછી વધુ એક દીકરીનો જન્મ થાય છે અને પછી ઈ.સ. ૧૯૮૯માં ફરીથી પુત્ર રત્નનો જન્મ થાય છે. જેનું નામ ભાવે રાખવામાં આવે પરંતુ નવજાત પુત્ર ભાવેશને પણ થોડા સમય બાદ તાણ આંચકી આવે છે અને તે વાચા ગુમાવી બેસે છે. એટલું જ નહીં, પરંતુ આખે આખું શરીર જકડાઈ જાય છે. અને તે ઉભો પણ થઈ શકતો નથી. આથી તેની પણ અનેક જગ્યાએ દવા, સારવાર કરાવવા છતાં કશો જ ફરક પડયો ન હતો. અને તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો હતો. જે કોઈ પણ પ્રકારની દૈનિક ક્રિયાઓ પણ જાતે કરી શકે તેમ ન હોય તેવો બની ગયો હતો.

હિમ્મત કોઈ દિવસ નહીં હારવાની

મોટા પુત્ર છેલ્લા ૩૯ વર્ષથી અને નાનો પુત્ર છેલ્લા ૩૧ વર્ષથી શારીરિક માનસિક રીતે દિવ્યાંગ હોવા છતાં તેઓની તમામ પ્રકારની સેવા, સારવાર અને દૈનિક ક્રિયાઓ કરાવતા માતા નાથીબેન તથા પિતા દેવાભાઈ કુછડીયાની સંઘર્ષમય પરિસ્થિતિમાં પણ હિમ્મત નહીં હારવાની અને કુદરતને પણ લડત અને ટક્કર દેવાની હામ જોઈને સૌ કોઈ અચંબીત થઈ જાય છે. આટલા વર્ષોથી પથારીવશ અને પોતાની દૈનિક ક્રિયાઓ જાતે નહીં કરી શખતા દીકરાઓને સવારે બ્રશ કરાવવાથી માંડીને શૌચક્રિયા કરાવવી, નવડાવીને તેની સફાઈ કરવી, દાઢી કરવી, જમાડવા વગેરે જેવી દિનચર્યામાં સાંજ ક્યાં પડી જાય છે. તેની પણ ખબર પડતી નથી.

ચાર દાયકાથી બે દિવ્યાંગ પુત્રની જાળવણી

ચાર ચાર દાયકાથી બબ્બે દિવ્યાંગ પુત્રોની જાળવણીમાં જ સમગ્ર જીવનની ક્ષણે ક્ષણ સમર્પિત કરનાર આ મહિલાએ જણાવ્યું હતું કે તેઓએ સંતાનોની જવાબદારી સંભાળ્યા બાદ એક પણ તહેવારની ઉજવણી કરી નથી. પરંતુ સારા માઠા પ્રસંગોએ પણ તેઓ ભાગ્યે જ હાજરી આપી શકે છે. તેમણે પોતાની જીંદગી સંતાનોને નામ કરી દીધી છે. પોરબંદરની યુવતીઓ દ્વારા તેમના થયેલા અભિવાદનથી તેઓ પણ સદગદ્દીત બની ગયા હતા. અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. તેમનુ સન્માન કરવા આવેલી યુવતીઓ સાથે પણ ગળગળા થઈને ગળે મળીને ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા.

READ ALSO

Related posts

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

રાજકારણ ગરમાયું / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!