GSTV
Women's day - 2019

વિશ્વ મહિલા દિવસ: તંત્રની પડતર જગ્યાનો સદ્ઉપયોગ કરે છે આ નારી, મારે છે એક કાંકરે બે પક્ષી

child

એક એવી નારી કે જે એક કાંકરે બે પક્ષી મારવાનું કામ કરે છે. નિ:સ્વાર્થ ભાવે રબરના ટાયરનું પુનઃનિર્માણ (કે જેને અંગ્રેજીમાં રિસાઇકલીંગ કહેવાય છે) અને બાળકોને રમત દ્વારા પોતાનું બાળપણ આપવાનું કામ એક સાથે કરે છે અનુયાબેન ત્રિવેદી. ગ્રીનબડીઝ નામે એક સોશિયલ ગ્રૂપ ( કોઈ પણ પ્રકારનું એનજીઓ નથી કે ફાઉન્ડેશન પણ નથી) બનાવી માત્ર ૬ માણસો થકી આટલું મોટું કામ ઉપાડ્યું છે.

તેઓ પોલ્યુશન અટકાવવા માટે રબરના ટાયર નું પુનઃનિર્માણ કરીને રમતના સાધનો તેમજ અલગ અલગ જીવન જરૂરી સાધનો બનાવે છે તેમજ જે જગ્યાઓ નકામી પડી છે ત્યાં બાળકો માટે રમતના મેદાન બનાવી તેના સાધનો અર્પણ કરે છે. સ્કુલ, આંગણવાડી તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેઓ મેદાનો બનાવીને જે તે વિસ્તારને અર્પણ કરે છે.

અનુયા બેન જણાવે છે કે તેઓ સૌથી પહેલા અલગ અલગ અનાથ આશ્રમમાં જઈને પોતાના બાળકનો જનમદિવસ માનવતા હતાં. ત્યાં એણે અચાનક વિચાર આવ્યો કે પર્યાવરણ અને બાળકને લઈને કંઈક કામ કરવું જોઈએ. પછી સૌ પ્રથમ પોતાના બાળક માટે ટાયરમાંથી એક ઝૂલો બનાવ્યો . બાળક આં ઝુલાને શાળાએ લઈ ગયો ત્યાં ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. ત્યાર બાદ ૧૨ ડિસેમ્બર ૨૦૧૭માં ગ્રીન બડીઝ શરૂ કર્યું અને આજે ૬ જેટલા સાથી મિત્રો તેમાં જોડાયા છે.

જે વિસ્તારમાં તેણે આ કામ કર્યુ છે ત્યાં ખુબ સારા પ્રતિભાવ મળ્યાં છે અને એમનો કામ કરવાનો ઉત્સાહ મળે છે. અનુયાબેન જણાવે છે કે અમારો હેતુ છે કે ફર્નિચર સાથે વાતો કરીને મોટા થતાં બાળકો અને મોબાઈલમાં પોતાના ફ્યુચર ને બરબાદ કરતા બાળકોને પોતાના જીવનમાં રમત અને પર્યાવરણનું મહત્વ સમજાય તેમજ નકામી પડતર જગ્યાની ઉપયોગિતા વધે.

Read Also

Related posts

વર્લ્ડ કપ 2019: સચિનના આ દિવાના ફેનને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન અવોર્ડ

GSTV Web News Desk

મહિલાઓથી સંલગ્ન એ 5 ફિલ્મો જેને તેના વિષયના કારણે બેન કરી દેવામાં આવી

Mayur

ટેક્નોલોજીની દુનિયામાં 9 મહિલા કે જેના વગર ન તો એપ્પલ બન્યો ન સેમસંગ

GSTV Web News Desk
GSTV