GSTV
Gujarat Government Advertisement

મહિલાને માર મારવાના મામલે મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો

Last Updated on June 3, 2019 by

નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને તેની કરતૂત ભારે પડી શકે છે. કારણ કે, મહિલાને માર મારવાના મામલે મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે. મહિલા આયોગ દ્વારા સમગ્ર ઘટના પર સુઓમોટો કર્યો છે. ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને લાત મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ અમદાવાદ પોલીસ કમિશનર પાસે અહેવાલ માંગ્યો છે. મહિલા આયોગે સમગ્ર ઘટના પર તાત્કાલીક અહેવાલ સોંપવાની પણ માંગ કરી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ

નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની ગુંડાગીરી સામે આવી છે. સત્તાના નશામાં અંધ બનેલા જનપ્રતિનિધિ ભાન ભૂલ્યા અને પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી મહિલાને લાતો મારી છે. બલરામ થાવાણીની આ કરતૂત સોશીયલ મીડિયામાં વાયરલ થઈ છે. તેમજ તેને ચારે કોરથી ફિટકાર વરસી રહ્યો છે.

એનસીપી નેતાએ બલરામ થાવાણી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપે તેવી માંગ કરી છે. જોકે ભાજપના નેતાઓ આ મામલે મૌન ધારણ કરી બેઠા છે. ચૂંટણી હોય ત્યારે હાથ જોડીને મતની ભીખ માંગનારા જન પ્રતિનિધિ જ્યારે કોર્પોરેટર,ધારાસબ્ય કે સાંસદ બને પચી ભાન ભૂલી જાય છે.એટલું જ નહી પ્રજાના મતોથી ધારાસભ્ય બનેલા હવે અંહકારમાં રાચી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!