GSTV

વિમેન્સ ચેલેન્જની ફાઇનલમાં ટ્રેલ બ્લેઝર અને સુપરનોવાઝમાંથી કોનું પલ્લું ભારે રહેશે

Last Updated on November 9, 2020 by Mansi Patel

આઇપીએલની સાથે સાથે વિમેન્સ ક્રિકેટની ટી20 લીગ પણ રમાઈ રહી છે. વિમેન્સ ચેલેન્જના નામે રમાતી આ ટુર્નામેન્ટમાં સળંગ  બે વર્ષથી ટાઇટલ જીતનારી સુપરનોવાઝ હવે સોમવારે રાત્રે રમાનારી ફાઇનલમાં ટ્રેલ બ્લેઝર સામે ટકરાશે. સુપરનોવાઝ આ ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ ટીમ તરીકે સામે આવી છે.

હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ટીમ ફાઇનલમાં શાનદાર ફોર્મ સાથે રમશે કેમ કે શનિવારે સ્મૃતિ મંઘાનાની ટીમ સામે તેનો રોમાંચક વિજય થયો હતો અને હવે એ જ બે ટીમ સોમવારે ફાઇનલમાં રમનારી છે. જોકે શનિવારની મેચ અને આજની મેચમાં ફરક છે કેમ કે સોમવારે જીતનારી ટીમ ટાઇટલ હાંસલ કરશે. એ દિવસે સુપરનોવાઝની ટીમે ટ્રેલબ્લેઝરને બે રનથી હરાવી હતી.

શનિવારે સુપર નોવાઝે અંતિમ ઓવરમાં સુંદર પ્રદર્શન કરીને બે રનથી મેચ જીતી હતી. આ ટીમની શ્રીલંકન પ્લેયર ચમારી અટપટ્ટુએ અત્યાર સુધી શાનદાર દેખાવ કરીને કુલ 111 રન ફટકારેલા છે અને સોમવારની ફાઇનલમાં પણ તેની પાસેથી જ આશા રાખવામાં આવી રહી છે. તેણે શનિવારે 48 બોલમાં 67 રન ફટકાર્યા હતા. ટુર્નામેન્ટમાં આ પહેલી અડધી સદી હતી. કેપ્ટન હરમનપ્રિત કૌરે બંને મેચમાં 31 રન ફટકાર્યા હતા અને ફાઇનલમાં તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી તરફ ટ્રેલ બ્લેઝર માટે ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને ઝુલન ગોસ્વામી પર બોલિંગનો તમામ આધાર રહેલો છે.  બેટિંગમાં તેમની પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ સ્મૃતિ મંધાના છે.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!