મૅરી કૉમનો ગોલ્ડન પંચઃ છઠ્ઠી વખત ચૅમ્પિયન બનીને સર્જ્યો બૉક્સિંગમાં વર્લ્ડ રૅકોર્ડ

ભારતની દિગ્ગજ બોક્સર એમ.સી. મેરીકોમે શનિવારે ઈતિહાસ રચ્યો. ૩૫ વર્ષની આ સ્ટારે મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપ (World Boxing Championship)માં સૌથી વધારે (૬) ગોલ્ડ મેડલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે કર્યો છે. આ સાથે જ મૅરી કૉમ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશીપમાં કુલ સાત મૅડલ જીતનારી પ્રથમ મહિલા બની ગઈ છે. 

મૅરી કૉમે ચૅમ્પિયનશીપ 10મી સીઝનમાં  ગોલ્ડન સફળતા મેળવી છે. દિલ્હીના  કે.ડી જાધવ હોલમાં ૪૮ કિલોગ્રામ હૅવીવેઈટ શ્રેણીની ફાઈનલમાં તેણે યુક્રેનની હન્ના ઓખોટાને ૫-૦થી હરાવીને વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં સૌથી વધારે 6 ગોલ્ડ મેડલ પર કબજો જમાવી અભૂતપૂર્વ સિદ્ધી હાંસલ કરી.

તેની સાથે જ લંડન ઓલંપિક-૨૦૧૨ની બ્રોન્જ મેડલીસ્ટ ‘મેગ્નીફીસેંટ મેરી’એ 5 ગોલ્ડ મેડલ જીતનાર આયર્લેન્ડની દિગ્ગજ કેટી ટેલર (૨૦૦૬-૧૬)ને પાછળ પાડી હતી. કેટી અવે પ્રોફેશનલ સર્કીટમાં દાવ અજમાવી રહી છે.

મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં મૅરીકૉમનું આ ૭મો (૬ ગોલ્ડ- 1 સિલ્વર) મેડલ છે. સૌથી વધુ મેડલ જીતનારનો રેકોડ પણ મૅરીકૉમના નામે જ છે. કેટી ટેલર (5 ગોલ્ડ- 1 બ્રૉન્ઝ) હવે પાછળ થઇ ગઈ છે.

મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં સૌથી વધુ મેડલ

૧. મેરીકોમ (ઇન્ડિયા ૨૦૦૧-૧૮) ૪૮ kg/ 45 kg/ ૪૬ kg: 6 ગોલ્ડ, ૧ સિલ્વર
૨. કેટી ટેલર ( આયર્લેન્ડ ૨૦૦૬-૧૬) ૬૦ kg: ૫ ગોલ્ડ, ૧ બ્રોન્જ

પુરુષ દીગ્ગજ બોક્સિંગમાં બરાબરી

(૧૯૮૬-૯૯)માં ગોલ્ડ મેડલ જીતનાર પુરૂષ દિગ્ગજ ફેલિક્સ સેવોર્ન કે જે ત્રણ વખત ઓલંપિક ચેમ્પિયન રહી ચૂક્યો છે. મેરી કોમે તેની પણ બરાબરી કરી છે અને 7 મેડલ પોતાના નામે કર્યા છે જ્યારે ફેલિક્સ સેવોર્નનાં નામે હજુ 6 જ મેડલ છે.

મહિલા-પુરુષ : વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં બરાબરી

-મેરીકોમ (ઇન્ડિયા ૨૦૦૧-૧૮) ૪૮ kg/ ૪૫ kg/ 46 kg/: ૬ ગોલ્ડ, ૧ સિલ્વર
-ફેલિક્સ સેવોર્ન (ક્યુબા ૧૯૮૬-૯૯) ૯૧ kg : ૬ ગોલ્ડ, ૧ સિલ્વર

મણીપુર સ્ટાર મેરીકોમ ૮ વર્ષ પછી વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી છે. આની પહેલા તેણે ૨૦૧૦માં બ્રીજટાઉનમાં આ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ૨૦૦૬માં દિલ્લીમાં આયોજિત વિશ્વ ચેમ્પીયનશીપમાં પણ તે ગોલ્ડ મેડલ જીતી હતી.

વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં મેરીકોમે ક્યારે-ક્યારે જીત્યા મેડલ

ગોલ્ડ મેડલ : ૨૦૦૨ અંટાલ્યા (ટર્કી) ૪૫ kg
ગોલ્ડ મેડલ : ૨૦૦૫ પોર્ડોલક્સ (રુસ) ૪૬ kg
ગોલ્ડ મેડલ : ૨૦૦૬ નવી દિલ્હી ૪૬ kg
ગોલ્ડ મેડલ : ૨૦૦૮ નીગંબો સીટી (ચીન) ૪૬ kg
ગોલ્ડ મેડલ : ૨૦૧૦ બ્રીજટાઉન (બારબાડોસ) ૪૮ kg
ગોલ્ડ મેડલ : ૨૦૧૮ નવી દિલ્હી ૪૮ kg
સિલ્વર મેડલ : ૨૦૦૧ સ્ક્રેંટન (યુએસએ) ૪૮ kg

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter