GSTV

તારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે એમ કહી મહિલાઓએ એવી પૂજા કરી કે ઉઠી ત્યારે બધું જ લૂંટાઈ ગયું હતું

સુરતના લીંબાયત કુબેરનગરમાં રહેતા રીક્ષાચાલકની પત્નીને તારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે અમે પૂજા કરશું તો સારું થશે કહી સંમોહિત કરી બે માસ અગાઉ સોનાની બુટ્ટી લઇ ફરાર થયેલી બે મહિલાને ડિંડોલી પોલીસે ઝડપી લીધી છે. બંને મહિલાએ આ રીતે પાંચ જેટલા ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાને બહાર બોલાવી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં લીંબાયતના કુબેરનગરમાં રહેતા રીક્ષાચાલક દિનેશભાઇ રામબહાદુર યાદવની પત્ની ઉમલાબેન ( ઉ.વ.38 ) ગત 21 ડિસેમ્બર 2019 ની સવારે 10 વાગ્યે તેના ત્રણ સંતાનો સાથે ઘરે હાજર હતી ત્યારે ઘરની બહાર આવેલી બે મહિલા પૈકી એકે બહાર બોલાવી હતી.

તે મહિલાએ કહ્યું હતું કે મારો મુંગો છોકરો અઢાર વર્ષ પછી બોલવા લાગ્યો છે. તેથી મેં તેના માટે માંગેલી મન્નત પૂરી કરવા પૈસાની જરૃર છે, તો યથાશક્તિ મદદ કરો. ઉર્મીલાબેને અગિયાર રૃપિયા આપતા તે મહિલાએ આશીર્વાદ આપવા માથા ઉપર હાથ મુક્યો તે સાથે જ ઉમલાબેન ભાન ભૂલી ગયા હતા અને બંનેના કહેવા મુજબ કરવા માંડયા હતા.

તારા ઘરમાં ભુતપ્રેતનો વાસ છે એટલે તે માટે અમારે પૂજા કરવી પડશે

મહિલાઓએ તારા ઘરમાં ભુતપ્રેતનો વાસ છે એટલે તે માટે અમારે પૂજા કરવી પડશે, તારા ઘરમાં પડેલા સોનાના દાગીના મને આપો, હું પૂજા કરીને તમને સાંજે પરત આપી દઈશ. ઉર્મીલાબેને બાળકોએ શું કરે છે તેમ પૂછયું છતાં પોતાની કાનમાં પહેરેલી રૃ.2500 ની કિંમતની સોનાની બુટ્ટી કાઢીને તે મહિલાઓને આપી દીધી હતી.

મહિલાઓ ગયા બાદ પણ ઉમલાબેન સાંજે મહિલાઓ બુટ્ટી આપવા આવશે તેની રાહ જોતા રહ્યા હતા. સાંજે તે નહીં આવતા તેણે પતિને વાત કરી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પણ તે મળી ન હતી. તે સમયે તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ ગતરોજ ડિંડોલી પોલીસે બંને મહિલાને ઝડપી લેતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બંને મહિલાએ આ રીતે પાંચ જેટલા ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પીએસઆઇ એમ.કે.કાપડીયા કરી રહ્યા છે.

Read Also

Related posts

પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ પછી તૂટી ગયો ઊલ્કાપીંડ, ન્યૂયોર્કમાં સૂપરસોનિક બૂમનો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

સિનિયર ક્રિકેટર્સની પત્નીઓ દીપક ચાહર સામે કરે છે પતિઓની નિંદા, ધોનીના પેસરે કપિલ શર્મા શોમાં કર્યો આ મોટો ખુલાસો

Bansari

પતિ-પત્ની એક જ દિવસે બન્યા જજ, એક સાથે જ શપથ લઈ હાઈકોર્ટમાં ઈતિહાસ રચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!