GSTV
Home » News » VIDEO : મંચ પર બોલી રહેલાં પાદરીને આ કારણે મહિલાએ માર્યો ધક્કો, વીડિયો થયો વાયરલ

VIDEO : મંચ પર બોલી રહેલાં પાદરીને આ કારણે મહિલાએ માર્યો ધક્કો, વીડિયો થયો વાયરલ

એક બહુજ વિચિત્ર ઘટનામાં બ્રાઝીલના સાઓ પાઉલોમાં સાર્વજનિક સભાને સંબોધિત કરી રહેલાં પાદરીને એક મહિલાએ ધક્કો મારીને મંચ પરથી પાડી દીધા હતા. આ દ્રશ્ય જોઈને બધાની આંખો ફાટી ગઈ હતી. આ ઘટના ઘટી તો કોઈને એક ક્ષણ માટે કંઈજ સૂઝ્યુ નહીકે, આખરે શું થઈ ગયુ. ધક્કો મારવાનો આ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો અને હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફાધર માર્સેલો રોસી કાંકાઓ નોવાનાં મુખ્યાલયમાં ભારે જનસભાની વચ્ચે લાઈવ ઉપદેશ આપી રહ્યા હતા. આ સભા વિશેષરીતે બ્રાઝિલના કેથોલિક સમુદાય દ્વારા આયોજીત હતી. જે ધાર્મિક સામગ્રીને ઓનલાઈન પ્રસારિત કરે છે. પ્રવચન દરમ્યાન જ્યારે અજ્ઞાત મહિલા મંચ પર ચઢી તો કોઈનું ધ્યાન ન હતુ. પરંતુ જ્યારે પોડિયમ તરફ વધી તો સૌ કોઈનું ધ્યાન તેની તરફ ગયુ હતુ. પરંતુ લોકો કશું પણ સમજે તે પહેલાં જ મહિલાએ ફાધર રોસીને ધક્કો મારીને મંચ ઉપરથી નીચે પાડી દીધા હતા. આ દરમ્યાન બધાજ ચોંકી ગયા હતા. અને મહિલા આ કૃત્ય કર્યા બાદ હાસ્ય કરી રહી હતી.

ઉલ્લેખનીય છેકે, રૉસી એક ગ્રેમી નામાંકિત લૅટિન ગાયક છે. અને તેઓને “પોપ સ્ટાર પુજારી”ના રૂપમાં ડબ કરવામાં આવતા હતા. કથિત રીતે બ્રાઝીલમાં લાખો સંગીત રેકોર્ડ વેચી ચૂક્યા છે. ત્યારે રૉસી સાથે થયેલી આ ઘટનાએ સોશિયલ મીડિયામાં તોફાન મચાવી દીધુ છે. કોઈએ સોશિયલ મીડિયામાં કહ્યુ છેકે, પાદરીએ જ્યારે કહ્યુ કે, જાડી મહિલાઓ સ્વર્ગમાં જતી નથી. ત્યારે આ મહિલાએ પાછળથી પાદરીને ધક્કો માર્યો હતો. પરંતુ આ વાતની સચ્ચાઈ સાબિત થઈ શકી નથી.

જોકે, બ્રાઝીલનાં એક ન્યૂઝ પોર્ટલે પોલીસના હવાલાથી જણાવ્યુ હતુકે, મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી. ઘટના બાદ પુજારીએ કહ્યુ હતુકે, તેને સામાન્ય ઈજા થઈ છે બાકી તેઓ સ્વસ્થ છે. મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ રોસી દ્વારા મહિલા પર આરોપ ન લગાવવાને કારણે બાદમાં મહિલાને છોડી દેવામાં આવી હતી. આ ઘટના એટલી હદ સુધી વાયરલ થઈ છે કે, બ્રાઝિલનાં રાષ્ટ્રાધ્યક્ષે ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

કન્ફર્મ! નોંધી લો તારીખ, આ દિવસે સલમાન ખાન લઇને આવશે Bigg Bossની સીઝન 13

Bansari

અલ્હાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, OBCની 17 જ્ઞાતિઓ SCમાં શામેલ નહિં થાય

Riyaz Parmar

37 શાળાઓ બંધ કરવાના પ્રયાસો, વાલીઓએ કહ્યું, આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!