GSTV
Home » News » નાણાંક્ષેત્રમાં લાંબા સમય સુધી રહ્યું છે પુરુષોનું રાજ, પણ હવે સફળતા મેળવી રહી છે આ મહિલાઓ

નાણાંક્ષેત્રમાં લાંબા સમય સુધી રહ્યું છે પુરુષોનું રાજ, પણ હવે સફળતા મેળવી રહી છે આ મહિલાઓ

નાણા અને અર્થતંત્રના ક્ષેત્રમાં લાંબા સમય સુધી પુરૂષોનું રાજ રહ્યું છે, પણ હવે આ ક્ષેત્રમાં મહિલાઓ પણ સફળતા મેળવી રહી છે. આજના સમયમાં ઘણી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓમાં મહિલાઓ મુખ્ય પદ સંભાળી રહી છે. આજે અમે તમને એવી કેટલીક મહિલાઓ વિશે જણાવીશું.

અંશુલા કાંત બન્યા વર્લ્ડ બેંકના પ્રથમ મહિલા CFO એસબીઆઈના એમડી અંશુલા કાંતે વર્લ્ડ બેંકના એમડી અને સીએફઓ બનીને ઈતિહાસ રચી દીધો. તેઓ આ વૈશ્વિક સંસ્થાના પહેલા સીઈઓ છે. 7 સપ્ટેમ્બર 1960માં જન્મેલા કાંતે બાળપણ રૂડકીમાં વિતાવ્યું. તેઓ 1983માં એસબીઆઈમાં પ્રોબેશરી ઓફિસર બન્યા. દિલ્હીના લેડી શ્રીરામ કોલેજ અને દિલ્હી સ્કૂલથી અભ્યાસ કરનારા કાંતે એસબીઆઈમાં ઘણી જવાબદારીઓ સંભાળી.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મુખ્ય અર્થશાસ્ત્રી છે ગીતા ગોપીનાથ ગીતા ગોપીનાથને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ના પ્રથણ મહિલા અર્થશાસ્ત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પદ પર પહોંચનારા તેઓ બીજા ભારતીય છે. તેમના પહેલા આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આ જવાબદારી સંભાળી હતી. કોલકાતામાં 8 ડિસેમ્બર 1971માં જન્મેલા ગોપીનાથ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર મૈસુર જતો રહ્યો હતો. શરૂઆતમાં અભ્યાસ મૈસુરમાં કર્યા બાદ તેમને દિલ્હીમાં લેડી શ્રીરામ કોલેજ અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (DSE)માં અભ્યાસ કર્યો. ડીએસઈમાં તેમની મુલાકાત ઈકબાલસિંહ ધાલીવાલ સાથે થઈ અને તેમની સાથે ગોપીનાથે લગ્ન કર્યા.

વર્લ્ડ બેંકમાં ક્યારેય ઈન્ટર્નશિપની મંજૂરી નહીં, બાદમાં તેના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા ગોલ્ડબર્ગ આ વર્ષના એપ્રિલ મહિનામાં પી.કે.ગોલ્ડબર્ગની વર્લ્ડ બેંકના ચીફ ઈકોનોમિક્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી. તેઓ આ પદ પર પહોંચનારી બીજી મહિલા છે. એક સમયે 56 વર્ષની ગોલ્ડબર્ગને વર્લ્ડ બેંકે ઈનટર્નશિપની મંજૂરી આપી ન હતી. ગ્રીસના એથેન્સમાં 1963માં જન્મેલા ગોલ્ડબર્ગે અમેરિકાના સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીથી પીએચડી કરી છે. તેઓ વિશ્વની ઘણી વિશ્વવિદ્યાલયોમાં ભણાવી ચુક્યા છે.

અર્થશાસ્ત્રમાં પીએચડી જાવોરિકા ERBDમાં મુખ્ય અર્થશાસ્ત્રી છે હાલમાં બીએટા જાવોરિકને યૂરોપિયન બેંક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (EBRD)ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદને સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે. પોલેન્ડની જાવોરિકે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રીમાં પીએચડી કર્યું છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચુક્યા છે. અગાઉ તેઓ વોશિગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંકમાં કામ કરતા હતા.

ફ્રાન્સની બૂન OECDમાં સંભાળી રહી છે જવાબદારી ગત વર્ષે ફ્રાંસની એલ બૂનને ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના મુખ્ય અર્થશાસ્ત્રી બનાવવામાં આવ્યા. અગાઉ તેઓ 1998થી 2004 સુધી આ સંસ્થામાં કામ કરી ચુક્યા હતા. લંડન બિઝનેસ સ્કૂલથી એપ્લાઇડ અર્થશાસ્ત્રમાં પીએચડી કરનારા બૂને મેરિલ લિંચ એસેટ મેનેજમેન્ટથી તેમનું કેરીયર શરૂ કર્યું હતું. તેઓ વિશ્વની ઘણી નાણાંકીય કંપનીઓમાં સેવાઓ આપી ચુક્યા છે. 2014થી 2016 દરમિયાન તેઓ ફ્રાંસના રાષ્ટ્રપતિના સલાહકાર હતા.

Read Also

Related posts

ખરાબ સમયમાં આ રીતે RuPay કાર્ડ કરશે મદદ, મળશે 10 લાખ રૂપિયા

Arohi

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi

સોનું ખરીદવાની સોનેરી તક, ઘરે બેઠા 1 રૂપિયો ભરી આ રીતે ખરીદો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!