GSTV

જ્યોતિષ: આ રાશિની મહિલાઓ બને છે સારી એવી લીડર, દુનિયાના ટોપ પદ પર કબ્જો જમાવાની ધરાવે છે ક્ષમતા

Last Updated on June 23, 2021 by Pravin Makwana

આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોની સમોવડી બનતી જાય છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાના હુનરને અજમાવી રહી છે. કેટલાય એવા દેશ છે, જે ટોપ લેવલનું નેતૃત્વ કરી રહી છે. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર કુંડળીમાં ગ્રહ અને રાશિઓની દશાને જોઈને જાતકના ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિશે બતાવાય છે. આ જ ગ્રહ અને નક્ષત્રોના આધાર પર આજે અમે અહીં બતાવીશું કે કઈ રાશિઓની મહિલા સારી લીડર હોય છે.

મેષ

મેષ રાશિની મહિલાઓમાં ગજબની નેતૃત્વ ક્ષમતા જોવા મળે છે. મંગળ ગ્રહ પ્રભાવના કારણે આ રાશિની મહિલાઓ કોઈના પણ દબાણમાં આવીને કામ કરવાનું પસંદ કરતી નથી, ન તો તેમનામાં આત્મવિશ્વાસની કોઈ કમી હોય છે. જે પણ ક્ષેત્રમાં હોય છે. તેમાં ટોપ પર કામ કરે છે. મેષ રાશિની મહિલા ખૂબ મહેનત કરે છે. મેડિકલ ફિલ્ડ, રાજનીતિ, સેના જેવા મોટા પદ પર જોવા મળે છે.

કર્ક

આ રાશિની મહિલાઓ પર ચંદ્ર દેવનો પ્રભાવ રહે છે. આ વજનથી તેમનામાં સૌમ્યતા અને દેખરેખનો ગુણ જોવા મળે છે. એટલા માટે જ્યારે પણ કોઈ પ્રોફેશનની વાત આવે છે જેમાં બીજાની સેવા કરવાની હોય તેમાં આ રાશિની મહિલાઓ સૌથી આગળ હોય છે. આ મહિલાઓ બીજાને સારી સલાહ આપે છે અને તેમની શિખામણ ખૂબ કામમાં પણ આવે છે. પોતાના સૌમ્ય સ્વભાવના કારણે સૌ કોઈના દિલ પણ જીતી લે છે. એટલા માટે તેને સારા લીડર માનવામાં આવે છે.

કન્યા

કન્યા રાશિની મહિલાઓ પર બુધ ગ્રહ ખૂબ પ્રભાવી રીતે કામ કરે છે. આ જ કારણે આ રાશિની મહિલાઓ ખૂબ જ સમજણી હોય છે. દરેક કામને કે કાયદાથી કરે છે. તેને જે પણ કામ સોંપવામા આવે છે, તેને તે પુરૂ કરીને જ દમ લેતી હોય છે. સાથે જ તે અન્ય લોકો સાથે સારી એવી ઓળખાણ ધરાવે છે. તેની આંખોથી કોઈ વસ્તુ છુપાઈ શકતી નથી. તેની આ વિશેષતા તેને સારા એવા લીડર બનાવે છે.

ધનુ

આ રાશિની મહિલા પર દેવતાઓનો ગુરૂ બૃહસ્પતિનો પ્રભાવ રહે છે. એટલા માટે તે ખૂબ જ ઉર્જાવાન અને જ્ઞાનવાન માનવામાં આવે છે. અઘરામાં અઘરા કામને ખૂબ જ આસાનીથી પુરૂ કરે છે. આ રાશિની મહિલાઓ બીજાનો વિશ્વાસ જીતવાનું સારૂ લાગે છે. તેમના મિત્રો પણ ખૂબ બધા હોય છે. તેમની નિયત તે ખૂબ સારી રીતે જાણી લેતી હોય છે. આ સાથે જ લોકો સાથે વાત કરવાની પણ સારી એવી સમજ તેમને જબરદસ્ત લીડર બનાવે છે.

કુંભ

કુંભ રાશિની મહિલાઓ પર શનિ ગ્રહનો પણ સારો એવો પ્રભાવ રહે છે. એટલા માટે તે ખૂબ જ સામાજિક માનવામા આવે છે, જેને બીજાની સેવા કરવામાં આનંદ આવે છે. ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની દેખરેખ કરવી અને તેમના હક માટે લડવાનું તેમને પસંદ આવે છે. પોતાના કામને પુરૂ કરવા માટે આસાનીથી તે કામમાં ફિટ થઈ જાય છે. ઈમાનદારી અને કર્મનિષ્ઠ તેમના કુટીકૂટીને ભર્યા હોય છે. એટલા માટે આ રાશિની મહિલા સારી લીડર માનવામાં આવે છે.

READ ALSO

Related posts

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!