ડાકણના વહેમમાં મહિલાનું માથુ કાપી નદીમાં દાટી દીધું, VIDEO જોશો તો ચોંકી જશો

આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદ્દેપુરમાં બની છે. અહીં એક મહિલાની ડાકણ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે છોટાઉદ્દેપુર તાલુકાના ભોરદા ગામે એક મહિલાને ડાકણ વળગી હોવાની શંકાને આધારે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા મળેલ વિગતો મુજબ તા. 26ના 10 વાગ્યાની આસપાસ મારનાર મહિલા રસલીબેન તેરસિંગભાઈ રાઠવા રહેવાસી ભોરદા પોતાના ઘરે સૂતી હતી. તે દરમિયાન પાછલા ભાગની બારીનું વેન્ટિલેશનના સળિયા વાળી દઈ ઘરમાં પ્રવેશ કરીને પાળિયા વડે માથું કાપીને લઈ ગયો હતો.

માથુ જમીનમાં દાટી દીધું હતું

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યા કરાયેલી મહિલાનું માથું ધડથી કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં માથું જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું. હત્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી. જેમાં સૌપ્રથમ એક શકમંદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ કરાતાં તેણે સમગ્ર બનાવની હકીકત આપી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter