ઓફિસમાં કલાકો સુધી બેસતી મહિલાઓને થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

women office illness

ઓફિસમાં કલાકો સુધી બેસી અને કામ કરતાં દરેક વ્યક્તિને શરીરમાં કેટલીક તકલીફ થવાની શક્યતાઓ વધારે જ હોય છે. પરંતુ મહિલાઓને આવી જોબના કારણે વધારે સમસ્યા થઈ શકે છે. એક સ્ટડી અનુસાર જે મહિલાઓ લાંબા સમય સુધી બ્રેક લીધા વિના સતત બેસી અને કામ કરે છે તેમને ડાયાબીટીસ, એંડોમેટ્રિયલ અને કોલન કેન્સર થવાની શક્યતા વધી જાય છે. 

સતત એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરમાં ફેટ બર્ન થવાની પ્રક્રિયા અટકી જાય છે. તેના કારણે ફૈટી એસિડ આર્ટરીઝમાં જમા થઈ જાય છે. તેના કારણે હૃદયની બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.

શોધ અનુસાર તેના કારણે શરીર પર જ નહીં મગજ પર પણ અસર થાય છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી મગજમાં યાદશક્તિ વધારતા પાર્ટિકલ્સ પર અસર થાય છે. તેના કારણે માનસિક તાણ અને ડિપ્રેશન જેવી બીમારી થઈ શકે છે.

બ્રેક લીધા વિના એક જ જગ્યાએ બેસી રહેતી મહિલાઓમાં વજન વધવાની તકલીફ પણ થાય છે અને કેન્સરનું જોખમ પણ વધે છે. સતત બેસી રહેવાથી સ્નાયૂ અને નસમાં રક્તસંચાર ઘટે છે. મહિલાઓને ગરદનમાં દુખાવો, પગમાં દુખાવા જેવી તકલીફો પણ થાય છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter