GSTV

ઘરેબેઠા બિઝનેસ શરૂ કરવા મહિલાઓને આટલા લાખની મદદ કરશે ગુજરાત સરકાર, આ યોજનાનો લાભ લેવાનું ના ચૂકતા

મહિલાઓ

બદલાતા સમયની સાથે મહિલાઓને પણ પુરુષોની બરાબરનો દરજ્જો આપવો જોઇએ. આ જ હેતુથી સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવી છે. આમાંથી જ એક છે મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના (Mukhyamantri Mahila Kalyan scheme). ગુજરાત સરકાર તરફથી સંચાલિત આ સ્કીમમાં મહિલાઓ (Scheme for women)ને સ્વ-રોજગાર માટે એક લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. તેના દ્વારા તે ઘરે બેઠા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે.

મહિલાઓના 10 સભ્યોના સમૂહને મળશે પૈસા

મહિલાઓને સ્વ-રોજગાર માટે પ્રોત્સાહન આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવી રહી છે. તેમાં 10 સભ્યોવાળુ મહિલા સમૂહને (SHSs) એક લાખ રૂપિયા આપવામાં આવશે. તેના માટે તેમણે કોઇપણ પ્રકારનું વ્યાજ નહી ચુકવવુ પડે. ગ્રામીણો અને શહેરી વિસ્તારો માટે અલગ-અલગ સમૂહ તૈયાર કરવામાં આવશે. યોજનાનો લાભ બંને જગ્યાની મહિલાઓ લઇ શકે છે.

શું છે આ યોજના

ગ્રામીણ ક્ષેત્રોમાં મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજનાને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લાગુ કરશે. જ્યારે શહેરમાં તેનું સંચાલન અર્બન લાઇવલિહુડ મિશન દ્વારા કરવામાં આવશે. તેમાં 50,000 ગ્રામીણ ક્ષેત્રોના 50,000 શહેરી ક્ષેત્રોની સ્વયં સહાયતા સમૂહ તૈયાર કરવામાં આવશે. પ્રત્યે 10 સમૂહ વાળા મહિલા સંગઠનને એક લાખ રૂપિયા લોન આપવામાં આવશે.

મહિલાઓ

આ રીતે કરો અપ્લાય

યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ તેના માટે અરજી કરવી પડશે. આ કામ યોજનાની ઑફિશિયલ વેબસાઇટ પર જઇને ફોર્મ ભરીને લઇ શકાય છે. અરજી માટે મહિલા ગુજરાતની સ્થાયી નિવાસી હોવી જરૂરી છે. આ ઉપરાંત મહિલા ઉદ્યમી સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી હોવી જોઇએ. અરજી કરવા દરમિયાન મહિલા પાસે સ્થાયી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેન્ક ખાતુ વગેરેની ફોટોકૉપી હોવી જોઇએ. ફોર્મ ભરતી વખતે પોતાના જિલ્લા, ક્ષેત્ર અને વ્યવસાયના પ્રકાર વગેરે સિલેક્ટ કરીને તે બાદ જમા કરો.

Read Also

Related posts

રેલ્વેમાં નોકરીની સુર્વણ તક/ અલગ અલગ 1.40 લાખ પદ પર ભરતીની પરીક્ષાઓ, ચેક કરો જાહેર થઈ છે તારીખો

Pravin Makwana

લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું: કપલને મનસુફીથી રહેવાનો હક

pratik shah

આધાર અને એનરોલમેન્ટ સ્લિપ ખોવાઇ ગયા છે? ચિંતા છોડો UIDAIના આ નંબર પર મળશે સમાધાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!