GSTV

પત્નિ જ શું કામ, લગ્ન બાદ પતિ પણ બદલે પોતાની સરનેમ !

લગ્ન પહેલા યુવતીઓને પોતાના પિતા અને લગ્ન બાદ પોતાના પતિની સરનેમનો ઉપયોગ કરવો પડે છે. આમ આવી રીતે મહિલાઓને લગ્ન બાદ પણ પોતાની અસલ ઓળખાણ ખોવી પડે છે. મહિલાઓનું માનવુ છે કે, લગ્ન બાદ પોતાનું નામ બદલવા માટે મજબૂર કરવું તે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આમ તો આ મુદ્દો વર્ષો જૂનો છે, પણ હાલના દિવસોમાં જાપાનમાં મહિલાઓ આંદોલન કરી રહી છે. અહીંની મહિલાઓ એવા કાયદાને બદલવા માગે છે, જે મહિલાને પોતાની રીતે પસંદ કરેલી સરનેમ રાખવા પર પ્રતિબંધ લગાવી પિતા અને પતિની સરનેમ લગાવવી પડે છે.

એક રિપોર્ટ પ્રમાણે જાપાનમાં દર વર્ષે લગભગ 6 લાખ કપલ્સ લગ્ન કરે છે. કાયદા અનુસાર લગ્ન બાદ દંપતિની સરનેમ એક જ હોવી જોઈએ. ખાસ કરીને પુરુષો પણ પોતાની પત્નિની સરનેમ વાપરી શકે છે.

જો કે, વ્યવહારિક રીતે ફક્ત 4 ટકા પુરૂષો જ આવુ કરે છે. જે લગ્ન બાદ પત્નિની સરનેમ અપનાવે છે. જાપાનના વડાપ્રધાન શિંજો આબે એક માત્ર એવા નેતા છે, જેમણે ચર્ચા દરમિયાન આ કાયદામાં ફેરફાર કરવાની વાતના સમર્થનમાં હાથ ઉંચો ક્યો હતો. તેમની રૂઢીવાદી પાર્ટીનો તર્ક છે કે, હાલમાં જે કાયદો પુરૂષો અને મહિલાઓને બંને એક સમાન છે અને અહીં પરંપરાનો વિષય છે. આબેનું કહેવુ છે કે, જો આપણે પરંપરાને જ માનતા રહીશું તો, કાયદામાં ફેરફાર કરવાની કોઈ જરૂર જ નથી.

ગત વર્ષે ત્યાં થયેલા એક સર્વેમાં સામે આવ્યુ હતું કે, 42.5 ટકા લોકો એવા છે, જે આવા પ્રકારના કાયદામાં ફેરફાર કરવા માગે છે. તો વળી સંયુક્ત રાષ્ટ્રે પણ ઉપનામમાં ફેરફાર બદલ જાપાન પર દબાણ વધાર્યુ હતું. અલગ અલગ સરનેમવાળા કપલ્સ ટેક્સમાં પણ છૂટછાટ મેળવી શકતા નથી. તો વળી બીજી એ કે, અલગ અલગ સરનેમ વાળા કપલ્સને એ બતાવવામાં પણ મુશ્કેલી આવે છે કે, તેઓ પતિ-પત્નિ છે. લિવિંગ રિલેશનશિપ અથવા અલગ સરનેમ હોવી એ જાપાનમાં એક અસામાન્ય વાત છે.

READ ALSO

Related posts

ભારતે બ્રાહ્મોસના પરીક્ષણોની સિરિઝ શરૂ કરી, અવાજથી 3 ગણી ઝડપે આ મિસાઈલે લક્ષ્યાંકો ઉડાવ્યાં

Ankita Trada

અમદાવાદના શાકમાર્કેટમાં બાઉન્સર તૈનાત કરાશે, ટેમ્પરેચર માપીને માર્કેટમાં અપાશે પ્રવેશે

pratik shah

પડદા પાછળના ચાણક્યની અલવિદા, રાજકીય રણનીતિના માસ્ટરમાઈન્ડ આ બાબતના હતા મહારથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!