GSTV
India News Trending

તંત્રની બેદરકારી / કડકડતી ઠંડીમાં મહિલાએ તોડ્યો દમ, 83 દિવસથી ગટર બનાવવા માટે કરી રહી હતી ધરણા

આંદોલન અને સત્યાગ્રહના બળ પર મહાત્મા ગાંધીએ આખા દેશમાં આઝાદીની ભાવના પેદા કરી અને છેવટે આ મુહિમ સામે અંગ્રેજોએ હાર માનીને દેશ છોડીને ભાગવું પડ્યું. બસ આ જ સમયથી સત્યાગ્રહના આ હથિયારનો સૌ કોઈએ ઉપયોગ કર્યો છે અને તેના ઉપયોગથી સફળતા પણ મેળવી છે પરંતુ, યુપીના આગ્રા જિલ્લામાં સત્યાગ્રહ કરી રહેલા એક મહિલાનું ૮૩ વર્ષ પછી અવસાન થયું હતું. આ મહિલાના મૃત્યુ પછી પણ વહીવટીતંત્ર ઊંઘમાંથી હજુ જાગ્યું નથી. ૮૩ વર્ષથી આંદોલન કરી રહેલા મહિલાની માંગ એવી હતી કે, તેના વિસ્તારમાં યોગ્ય રીતે ગટર અને રસ્તાઓ બને પરંતુ, વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગે તો આ અંગે વિચારે ને. હાલ, આંદોલન કરી રહેલી આ મહિલાનું મોત પણ થઇ ગયું છે તેમછતાં તંત્રના ધ્યાનમાં હજુ સુધી આ મુદ્દો આવ્યો જ નથી .

આ મહિલાના મોત બાદ લોકોએ તંત્ર પર ભરપૂર રોષ ઠાલવ્યો હતો. આ મહિલાના મોતની માહિતી મળતા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અધિકારીઓએ મૃતકોના સગાને આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ ઘટના આગ્રાના અકોલા બ્લોક ધનોલીમાં સિરૌલી રોડની હાલત ખૂબ જ નબળી છે. લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

13 ઓક્ટોબરથી શરુ કર્યા હતા ધરણા :

૧૩ ઓક્ટોબરથી ધનૌલીમાં ગટર અને રસ્તાઓ બનાવવાની માંગ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે. લગભગ 83 દિવસથી આ ધરણા ચાલી રહ્યા છે. આ ધરણામાં આસપાસના વિસ્તારોની મહિલાઓ અને અન્ય લોકો શામેલ છે. વિકાસ નગરની 55 વર્ષીય રાણીદેવી મીઠનલાલ દરરોજ ધરણાસ્થળ પર પહોંચતી હતી. રવિવારે સવારે ધરણા સ્થળ પર બેઠા તેની આંખો ના ખુલી ત્યારે લોકોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, આ સમયે તેનું શરીર એકદમ ઠંડું પડી ગયું હતું.

મૃતકનુ કર્યુ અંતિમ સંસ્કાર :

સામાજિક કાર્યકર્તા સાવિત્રી ચહરે જણાવ્યું હતું કે, તેણે તત્કાલ એલઆઈયુ અને વહીવટી અધિકારીઓને જાણ કરી હતી. ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાણીદેવીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અધિકારીઓએ મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યું છે. મૃતકોના અંતિમ સંસ્કાર એસડીએમ સદર લક્ષ્મી સિંહ, ફિલ્ડ ઓફિસર મહેશ કુમાર વગેરેની હાજરીમાં કરવામાં આવ્યા છે.

ચાર વર્ષ સુધી ના થઇ સુનાવણી :

સામાજિક કાર્યકર્તા સાવિત્રી ચહરે જણાવ્યું હતું કે, તે છેલ્લા ચાર વર્ષથી અધિકારીઓના ચક્કર લગાવી રહી છે. આ અંગે ઘણા વિરોધ પ્રદર્શનો થયા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે પરંતુ, અધિકારીઓએ કોઈ નોંધ લીધી ના હતી. તેમણે જણાવ્યું કે, સિરૌલી રોડ પર આવેલા ચાઈલ્ડ કોમ્યુનિટી સેન્ટરનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. લોકોને આ રસ્તા પરથી પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.

27 ડિસેમ્બરથી થઇ રહી છે ભૂખ હડતાળ :

સામાજિક કાર્યકર્તા સાવિત્રી ચહરે જણાવ્યું હતું કે ધનોલીમાં ૮૩ દિવસથી ધરણા ચાલી રહ્યા છે. માંગણીઓ પૂરી ન થતાં ૨૭ ડિસેમ્બરથી ભૂખ હડતાળ શરૂ થઈ હતી. સાવિત્રી દેવી, મનમોહન, આશા અને કોમલ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. ૩૧ ડિસેમ્બરે તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અધિકારીઓના આશ્વાસન બાદ આ ભૂખ હડતાળ બંધ કરવામાં આવી હતી.

Read Also

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda
GSTV